ન્યૂ ફિલ્મ / આમિર ખાને 54મા બર્થડે પર આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ જાહેર કરી, ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે

divyabhaskar.com

Mar 14, 2019, 04:47 PM IST
Aamir Khan announces his next film on his birthday, Lal Singh Chaddha, the official adaptation of Tom Hanks' Forrest Gump
Aamir Khan announces his next film on his birthday, Lal Singh Chaddha, the official adaptation of Tom Hanks' Forrest Gump

  • હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું ઓફિશિયલ અડેપ્ટેશન
  • ફિલ્મ વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે
  • ફિલ્મના ડિરેક્ટર 'સિક્રેટ સુપરસ્ટાર' ફેમ અદ્વૈત ચંદન હશે

બોલિવૂડ ડેસ્કઃ આમિર ખાને 14 માર્ચને ગુરુવારે ફાઈનલી પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી. 54મા બર્થડે સેલિબ્રેશનની પ્રેસ મીટમાં તેણે નેક્સ્ટ ફિલ્મની જાહેરાત કરી. આમિરે કહ્યું, 'ફિલ્મનું નામ લાલ સિંહ ચઢ્ઢા છે. જે હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું ઓફિશિયલ અડેપ્ટેશન છે. અમે એના રાઇટ્સ ખરીદી લીધા છે. ફિલ્મ વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા સાથે પ્રોડ્યૂસ કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન હશે, જેણે સિક્રેટ સુપરસ્ટાર બનાવી હતી.'

ટોમ હેન્કસ સાથે સરખામણી
હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પના હીરો ટોમ હેન્કસ સાથેની સરખામણીને લઈને આમિરને ઘણા સવાલો પુછવામા આવ્યા હતા. આમિરે કહ્યું, 'મને બહુ બધી સમાનતા લગતી નથી પણ બધા કહે છે કે અમે દેખાવમાં સરખા લાગીએ છીએ. કદાચ અમારી આંખો અને એનર્જી લેવલ સરખાં છે.'

ફિલ્મ માટેની મહેનત
આમિરે જણાવ્યું કે, હું આ ફિલ્મનાં અડેપ્ટેશન રાઇટ્સ મેળવવા માટે 8 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો હતો. ફિલ્મ શરૂઆતમાં તો ઉત્તર ભારતમાં જ શૂટ કરવામાં આવશે. જોકે અમે હજુ શૂટિંગ માટેનાં યોગ્ય લોકેશન્સ શોધી રહ્યાં છીએ. છતાં, તે ભારતમાં જ પંજાબ અને આખા ઉત્તર ભારત બાજુ જ હશે.

ફોરેસ્ટ ગમ્પ
ફોરેસ્ટ ગમ્પ ફિલ્મ 1994માં રિલીઝ થઇ હતી. ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસના જીવનની આસપાસ ફરે છે. જે અન્ય લોકો જેવો એકદમ સ્માર્ટ ન હોવા છતાં દરેક સ્થિતિમાં ખુશી શોધી લે છે. તે મહેનત અને નસીબના જોરે ઘણાં એવાં કામ કરે છે જે ઐતિહાસિક કાર્યો બને છે. તેમ છતાં તે હંમેશાં તેની ગમતી નાનપણની ફ્રેન્ડ વિશે જ વિચારતો રહે છે, જેની લાઈફ એકદમ અસ્ત વ્યસ્ત થઇ ગઈ હોય છે.

X
Aamir Khan announces his next film on his birthday, Lal Singh Chaddha, the official adaptation of Tom Hanks' Forrest Gump
Aamir Khan announces his next film on his birthday, Lal Singh Chaddha, the official adaptation of Tom Hanks' Forrest Gump
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી