જન્મશતાબ્દી / ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના શિલ્પી રવીન્દ્ર દવે

રવીન્દ્ર દવે (જન્મઃ 16 એપ્રિલ 1919, અવસાનઃ 21 જુલાઈ 1992)
રવીન્દ્ર દવે (જન્મઃ 16 એપ્રિલ 1919, અવસાનઃ 21 જુલાઈ 1992)
હોથલ પદમણીના સેટ પર દૃશ્ય સમજાવતા રવીન્દ્ર દવે
હોથલ પદમણીના સેટ પર દૃશ્ય સમજાવતા રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે રવીન્દ્ર દવે
ગુજરાત સરકારના 17 એવોર્ડ સાથે જેસલ તોરલ ફિલ્મની ટીમ
ગુજરાત સરકારના 17 એવોર્ડ સાથે જેસલ તોરલ ફિલ્મની ટીમ
નરેશ કનોડિયા સાથે રવીન્દ્ર દવે
નરેશ કનોડિયા સાથે રવીન્દ્ર દવે
સ્નેહલતા સાથે રવીન્દ્ર દવે
સ્નેહલતા સાથે રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી, અરુણા ઈરાની અને સહાયક દિગ્દર્શક શ્રીદત્ત વ્યાસ સાથે રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી, અરુણા ઈરાની અને સહાયક દિગ્દર્શક શ્રીદત્ત વ્યાસ સાથે રવીન્દ્ર દવે
રવીન્દ્ર દવે દિગ્દર્શિત હિન્દી ફિલ્મ સટ્ટા બાઝારનું પોસ્ટર
રવીન્દ્ર દવે દિગ્દર્શિત હિન્દી ફિલ્મ સટ્ટા બાઝારનું પોસ્ટર
X
રવીન્દ્ર દવે (જન્મઃ 16 એપ્રિલ 1919, અવસાનઃ 21 જુલાઈ 1992)રવીન્દ્ર દવે (જન્મઃ 16 એપ્રિલ 1919, અવસાનઃ 21 જુલાઈ 1992)
હોથલ પદમણીના સેટ પર દૃશ્ય સમજાવતા રવીન્દ્ર દવેહોથલ પદમણીના સેટ પર દૃશ્ય સમજાવતા રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે રવીન્દ્ર દવેઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે રવીન્દ્ર દવે
ગુજરાત સરકારના 17 એવોર્ડ સાથે જેસલ તોરલ ફિલ્મની ટીમગુજરાત સરકારના 17 એવોર્ડ સાથે જેસલ તોરલ ફિલ્મની ટીમ
નરેશ કનોડિયા સાથે રવીન્દ્ર દવેનરેશ કનોડિયા સાથે રવીન્દ્ર દવે
સ્નેહલતા સાથે રવીન્દ્ર દવેસ્નેહલતા સાથે રવીન્દ્ર દવે
ઉપેન્દ્ર ત્રિવેદી, અરુણા ઈરાની અને સહાયક દિગ્દર્શક શ્રીદત્ત વ્યાસ સાથે રવીન્દ્ર દવેઉપેન્દ્ર ત્રિવેદી, અરુણા ઈરાની અને સહાયક દિગ્દર્શક શ્રીદત્ત વ્યાસ સાથે રવીન્દ્ર દવે
રવીન્દ્ર દવે દિગ્દર્શિત હિન્દી ફિલ્મ સટ્ટા બાઝારનું પોસ્ટરરવીન્દ્ર દવે દિગ્દર્શિત હિન્દી ફિલ્મ સટ્ટા બાઝારનું પોસ્ટર

  • જેસલ-તોરલથી ગુજરાતી ફિલ્મના સુવર્ણયુગનો પાયો નાખનાર નિર્માતા-દિગ્દર્શક રવીન્દ્ર દવેની આજે 100મી જન્મજયંતી છે.
  • રવીન્દ્ર દવેએ માત્ર ગુજરાતી ફિલ્મો જ નહીંં, 30 જેટલી હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.
  • ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદીને સુપરસ્ટાર બનાવ્યા, તો સ્નેહલતા અને રમેશ મહેતા જેવા દિગ્ગજ કલાકારોને તેમણે બ્રેક આપ્યો હતો.

divyabhaskar.com

Apr 16, 2019, 03:19 PM IST

શૈલેન્દ્ર વાઘેલા, અમદાવાદ. જેસલ-તોરલ, હોથલ પદમણી, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, શેતલને કાંઠે, માલવપતિ મુંજ જેવી ફિલ્મોના નામ કદાચ આજની અર્બન ગુજરાતી ફિલ્મો જોનારી પેઢીએ ન સાંભળ્યા હોય તે બનવાજોગ છે, પણ જો તેમના મમ્મી-પપ્પાને પૂછો તો ખબર પડે કે આ બધી તેમના જમાનાની કેટલી મોટી સુપરહિટ ફિલ્મો હતી. આ તમામ ફિલ્મોની એક કોમન વાત એ છે કે આ બધી જ ફિલ્મોના દિગ્દર્શક રવીન્દ્ર દવે છે. તત્કાલીન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાપાના હુલામણા નામે ઓળખાતા રવીન્દ્ર દવેનો જન્મ 16 એપ્રિલ, 1919ના રોજ થયો હતો. એ હિસાબે આજે તેમની જન્મશતાબ્દી છે, તો સ્વાભાવિક છે કે તેમને યાદ કરવા જ રહ્યા.

ગુજરાતી ફિલ્મોમાં 1971થી લઈને 1985 સુધીનો દોઢ દાયકાનો સમયગાળો સુવર્ણકાળ તરીકે ઓળખાય છે, કારણ કે આ સમયમાં ગુજરાતી ફિલ્મોની સંખ્યામાં વધારો થવાની સાથે તેની ગુણવત્તામાં પણ સુધારો થયો, જેના લીધે પ્રેક્ષકોનો અકલ્પનીય પ્રતિસાદ મળ્યો. આ સમય એવો હતો કે જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીની કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની હોય તો હિન્દી ફિલ્મોવાળા પોતાની રિલીઝ ટાળી દેતા. આવા સુવર્ણકાળના શિલ્પી છે રવીન્દ્ર દવે, કારણ કે તેમણે 1971માં ઉપેન્દ્ર ત્રિવેદીને લઈને જેસલ તોરલ બનાવી અને ગુજરાતીઓએ ફિલ્મને અધધધ… કહેવાય એવી સફળ બનાવી તેના લીધે જ સુવર્ણયુગનો પાયો નંખાયો હતો.

મૂળ હળવદના, કરાંચીમાં જન્મ, લાહોરમાં ફિલ્મોની તાલીમ

મૂળ હળવદના બ્રાહ્મણ પરિવારમાંં જન્મનાર રવીન્દ્ર દવેનો જન્મ કરાંંચીમાં થયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ મામા દલસુખ પંચોલીને ત્યાં લાહોર જતા રહ્યા. લાહોરમાં દલસુખ પંચોલીનો સ્ટુડિયો તેમજ થિયેટરો ધમધમતા હતા. યાદ રહે કે પ્રાણ જેવા મહાનાયકે પણ લાહોરના પંચોલી સ્ટુડિયોમાં બનતી ફિલ્મોથી જ પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આમ તે જમાનામાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા લાહોરમાં મામા દલસુખ પંચોલીને ત્યાં દિગ્દર્શન, પ્રોડક્શન, એડિટિંગ, સ્ક્રીન પ્લે, ડિસ્ટ્રીબ્યુશન, એક્ઝિબિશન એમ ફિલ્મ લાઈનની આખી એબીસીડી શીખી લીધી. 1942માં પંચોલી સ્ટુડિયોમાં શીરી-ફરહાદ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે જમાનાની આ ખૂબ ખર્ચાળ ફિલ્મ હતી, પરંતુ કોઈક કારણસર અડધું-પડધું શૂટિંગ પત્યા બાદ ફિલ્મના દિગ્દર્શક પ્રહલાદ દત્ત શૂટિંગમાં આવ્યા જ નહીં એટલે મામા દલસુખ પંચોલીએ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખવા રવીન્દ્રને જણાવ્યું. આ ફિલ્મમાં તેમણે પિક્ચરાઈઝ કરેલા બે ગીતો ખૂબ વખણાયા એટલે મામાએ તેમને પૂંજી નામની હિન્દી ફિલ્મનું દિગ્દર્શન સોંપ્યું. આ ફિલ્મથી તેઓ ફૂલફલેજ્ડ દિગ્દર્શક બન્યા.
2. ભાગલા વખતે લાહોર છોડી મુંબઈ આવ્યા

15 ઓગસ્ટ, 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા તેઓ લાહોરમાં બધું જ છોડીને મુંબઈ આવી ગયા. હવે અહીં તેમના ખરા સંઘર્ષના દિવસો શરૂ થયા, પરંતુ એક દિવસ તેઓ બસસ્ટોપ પર ઊભા હતા ત્યારે પ્રકાશ પિક્ચર્સના શંકર ભટ્ટ ત્યાંથી ગાડીમાં પસાર થયા. તેઓ બસસ્ટોપ પર ઉભેલા રવીન્દ્રને ઓળખી ગયા અને ગાડીમાં લિફ્ટ આપી. ત્યારબાદ શંકર ભટ્ટે તેમને સાવન ભાદો (રેખાવાળી નહીં) ફિલ્મનું દિગ્દર્શન સોંપ્યું. આ રીતે મુંબઈમાં દિગ્દર્શક તરીકે કરિયર શરૂ થયા બાદ તેમણે એકપછી એક 30 જેટલી હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તે જમાનાના ઘણા જાણીતા સ્ટાર્સે તેમની  સાથે કામ કર્યું છે. જેમ કે, નરગીસ (મીનાબાઝાર-1950), સુરૈયા (મોતીમહલ-1952) નૂતન (નગીના-1951), મીનાકુમારી (સટ્ટાબાઝાર-1959), સુનીલ દત્ત (પોસ્ટબોક્સ 999-1958), રાજ કપૂર (દુલ્હા-દુલ્હન-1964), રાજેશ ખન્ના (રાઝ-1967) વગેરે.

3. એ દિવસે સુનીલ દત્ત શૂટિંગ વખતે ટેન્શનમાં જણાતા હતા...

હિન્દી ફિલ્મોની રવીન્દ્ર દવેની કરિયર દરમિયાન બનેલો એક સરસ પ્રસંગ કે.કે. તરીકે ઓળખાતા ગુજરાતી કલાકાર કૃષ્ણકાંતે તેમની આત્મકથામાં નોંધ્યો છે. એ વખતે સુનીલ દત્ત રવીન્દ્ર દવેની ફિલ્મ પોસ્ટબોક્સ 999માં કામ કરી રહ્યા હતા. કેકે પણ એ ફિલ્મમાં એક પાત્ર નિભાવતા હતા. એક દિવસ સુનીલ દત્ત શૂટિંગના દિવસે બહુ ટેન્શનમાં જણાતા હતા. સાંજે પાંચ વાગ્યે તેઓ શૂટિંગ પેકઅપ કરાવીને નીકળી ગયા. અને પછી તો જોતજોતામાં નરગીસ સાથેના તેમના લગ્નની વાતો ફેલાઈ ગઈ. હા...એ દિવસ 11 માર્ચ, 1958નો દિવસ હતો, જે દિવસે શૂટિંગ પછી તેમણે નરગીસ સાથે લગ્ન કરી લીધા હતા. બીજા દિવસે બધાને એમ હતું કે લગ્ન કર્યા હોવાથી સુનીલ દત્ત શૂટિંગમાં નહીં આવે. ફિલ્મના દિગ્દર્શક રવીન્દ્ર દવેએ પણ શૂટિંગ કેન્સલ કરવાની માનસિક તૈયારી કરી લીધી હતી, પણ બધાના આશ્ચર્ય વચ્ચે લગ્નના બીજા જ દિવસે સવારે 9 વાગે રોજની જેમ જ સુનીલ દત્ત શૂટિંગમાં હાજર થઈ ગયા અને આખો દિવસ રાબેતા મુજબ શૂટિંગ કર્યું.

4. નગીના ડબ્બામાં ગઈ તો જેસલ તોરલ બની
વાત એમ છે કે હિન્દી ફિલ્મ નગીના રવીન્દ્ર દવેની કરિયરની સર્વાધિક સફળ ફિલ્મ એટલે આજના જમાનાની જેમ જ તેમણે એ ફિલ્મની રંગીન રિમેક બનાવવાનું નક્કી કર્યું, પરંતુ  એ ફિલ્મના નિર્માણમાં અવરોધ આવતા જ ગયા અને કોઈ કારણસર ફિલ્મ પૂરી ના થઈ શકી. તેઓ આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા. તે વખતે તેમની સાથે સંકળાયેલા લોકોએ સલાહ આપી કે ગુજરાતી ફિલ્મ સસ્તામાં બની જશે અને જો ચાલી જશે તો તમે આર્થિક સંકટમાંથી બહાર નીકળી જશો. આ વાત માની તેમણે ગુજરાતી ફિલ્મોમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ તરીકે જેસલ તોરલની વાર્તા નક્કી કરી. જેસલના રોલમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લીધા. અગાઉ ઉપેન્દ્ર તેમની સાથે એક હિન્દી ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા. જોકે તેમણે પ્રોડક્શન વેલ્યુમાં કોઈપણ જાતની કચાશ રાખ્યા વગર ઈસ્ટમેન કલરમાં જેસલ તોરલ બનાવી અને જેવી રિલીઝ થઈ કે ફિલ્મે સફળતાનો ઈતિહાસ લખી નાખ્યો. બોક્સઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તેની સિલ્વર જ્યુબિલી (25 વીક) ઉજવાઈ. ગુજરાત સરકારના 17 એવોર્ડ મળ્યા. બસ પછી રવીન્દ્ર દવેએ ક્યારેય હિન્દી ફિલ્મો તરફ જોયું નહીં અને ભાદર તારા વહેતા પાણી, હોથલ પદમણી, માલવપતિ મુંજ, સોન કંસારી, શેતલને કાંઠે, પાતળી પરમાર જેવી એકએકથી ચઢિયાતી સુપરહિટ ફિલ્મોથી લઈ માલો નાગદે સુધી એક પછી એક 26 ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. અવિનાશ વ્યાસનું સંગીત પણ તેમની ફિલ્મોનું ઘરેણું બની રહ્યું. ઉપેન્દ્ર ત્રિવેદીને તેણે સુપરસ્ટાર બનાવ્યા, તો સ્નેહલતા, રમેશ મહેતા જેવા અનેક કલાકારોને તેમણે બ્રેક આપ્યો અને ટોચ પર પહોંચાડ્યા.
5. તેમની પાસે પાત્ર ઉપસાવવાનું કૌશલ હતુંઃ ઉપેન્દ્ર ત્રિવેદી
ઉપેન્દ્ર ત્રિવેદી તેમની આત્મકથામાં રવીન્દ્ર દવે વિશે લખે છે કે માલવપતિ મુંજમાં તેમણે મારું મુંજનું પાત્ર ખૂબ સરસ રીતે ઉપસાવેલું. તેમની પાસે એવું કૌશલ હતું. આત્મકથામાં જ આગળ તેઓ જણાવે છે કે પાતળી પરમાર ફિલ્મનું ટાઈટલ ગીત માડી હું તો બારહ...બારહ...વરહે ઘેર આવીયો ને મેં તો ક્યાંય નો દીઠી રે મારી પાતળી...ના પિક્ચરાઈઝેશનમાં તેમણે કમાલ કરી હતી. ગીતના બે-ત્રણ ટુકડા વચ્ચે એક સંવાદ મૂકે અને પાછું ગીત ઉપાડે.
6. રવીન્દ્ર બાપાએ મને 100 રૂપિયા આપેલાઃ નરેશ કનોડિયા
રવીન્દ્ર બાપા સાથે મેં બે ફિલ્મો પાલવડે બાંધી પ્રીત અને દુખડા ખમે ઈ દીકરી કરી હોવાનું યાદ આવે છે. તેમની આગળ તો અમે બચ્ચા કહેવાઈએ. તેમની એક ખાસિયત એવી હતી કે મૂહુર્ત શોટ પછી એ શોટમાં ભાગ લેનારા કલાકારોને શુકનના 100 રૂપિયા આપે. એ રીતે મને પણ પાલવડે બાંધી પ્રીત વખતે 100 રૂપિયા આપેલા. આ રીતે તેઓ કલાકારોને ખૂબ પ્રેમ કરતાં. કોઈ દિવસ વધારે પડતું શૂટિંગ ના કરાવે અને તેમની ફિલ્મનું શૂટિંગ ક્યારે પૂરું થઈ જાય તે ખબર જ ના પડે.
7. જુગારમાં જાણી જોઈને પૈસા હારી જતાઃ શ્રીદત્ત વ્યાસ
રવીન્દ્ર દવે મારા માસા થાય. હું દસ વર્ષ તેમનો ચીફ આસિસ્ટન્ટ રહ્યો છું એટલે મને ખબર છે કે ફિલ્મના તમામ પાસાં પર જબરદસ્ત પકડ હતી, પણ એડિટિંગ રૂમમાં તેઓ બહુ જ વર્કોહોલિક બની જતાં. સવારે નવ વાગ્યે મહાલક્ષ્મી સ્ટુડિયોમાં એડિટિંગ માટે અમે જઈએ અને સાંજે 6-7 વાગ્યે નીકળીએ ત્યાં સુધી એડિટિંગ રૂમમાં ચા-નાસ્તો કંઈ જ ના કરે. માત્ર કામ, કામ અને કામ જ. બીજી એક વ્યક્તિ તરીકેની તેમની વિશેષતા એ હતી કે તેઓ પેકઅપ થાય પછી યુનિટના સભ્યો સાથે પત્તા રમવા બેસે અને હાથે કરીને 100-200 રૂપિયા હારી જાય. આની પાછળનું કારણ એવું કે યુનિટના સભ્યો સાઈનિંગ એમાઉન્ટની રકમ તો ઘરે આપીને આવ્યા હોય એટલે આ રીતે તેમને થોડાઘણા વાપરવા પૂરતા પૈસા મળી રહે. એ જમાનામાં તો 100-200 રૂપિયાની પણ ઘણી વેલ્યુ હતી.
8. ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિ ફિલ્મો દ્વારા સામે લાવ્યાઃ સુભાષ છેડા
ભારતીય સિનેમા અંગે રિસર્ચ અને ડોક્યુમેન્ટેશન કરનાર સુભાષ છેડા હાલ રવીન્દ્ર દવે પર એક પુસ્તક લખી રહ્યા છે. તેઓ કહે છે કે ગુજરાતી ફિલ્મો દ્વારા રવીન્દ્ર દવે ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિ લોકો સામે લાવ્યા. સામાન્ય રીતે ફિલ્મો શહેરો માટે બનતી હોય છે, પણ તેમણે ગામડાના લોકો માટે ફિલ્મો બનાવી, જેને શહેરોમાં પણ એટલો જ આવકાર મળ્યો. આ રીતે તેમણે ગુજરાતી ફિલ્મોનું નવું ઓડિયન્સ ઉભું કર્યું, જે તેમનું સૌથી મોટું પ્રદાન ગણી શકાય.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી