શૂટિંગ / ‘સૂર્યવંશી’ ફિલ્મના અક્ષય કુમાર અને કેટરીના કૈફના રોમેન્ટિક સીનનું શૂટિંગ હૈદરાબાદમાં થશે

Akshay Kumar – Katrina Kaif all set to shoot romantic and action scenes at Hyderabad for film Sooryavanshi

Divyabhaskar.com

Jun 13, 2019, 03:41 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ ‘સૂર્યવંશી’ના અમુક ભાગનું શૂટિંગ હૈદરાબાદના ‘રામોજી ફિલ્મ સિટી’માં શરૂ થશે. આ શેડયૂઅલમાં કેટરીના કૈફ પણ ટીમને જોઈન કરશે. ફિલ્મના મહત્ત્વના ભાગનું આ સૌથી લાંબુ શેડયૂઅલ છે જેનું શૂટિંગ અહીંયા થશે. અગાઉ કેટરીના અને અક્ષયે સાથે અમુક શૂટિંગ મુંબઈમાં કરી લીધું હતું. હૈદરાબાદ શેડયૂઅલમાં અક્ષય અને કેટરીનાનું રોમેન્ટિક સીનનું શૂટિંગ પણ થવાનું છે.

ટીમે અગાઉ થાઈલેન્ડમાં પણ અમુક ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે જેના અમુક ફોટો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ‘સૂર્યવંશી’ ફિલ્મના છેલ્લા શેડયૂઅલનું શૂટિંગ ગોવામાં થશે. ત્યાં ફિલ્મની સ્ટારકાસ્ટ ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ અને નિકિતિન ધીર પણ ટીમને જોઈન કરશે. જોવાનું એ રહેશે કે અજય દેવગણ અને રણવીર સિંહના કેમિયોનું શૂટિંગ ક્યારે થાય છે.

‘સૂર્યવંશી’ ફિલ્મ
‘સૂર્યવંશી’ ફિલ્મ રોહિતની સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ છે. તે ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સિમ્બા’ પછી સ્ટોરીનો ચોથો ભાગ હશે. મૂવીમાં અક્ષય વીર સૂર્યવંશીનો રોલ પ્લે કરશે જે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડનો ચીફ છે. આ ફિલ્મ કોઈ સાઉથ ફિલ્મની રિમેક નથી. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મ આવતા વર્ષે 27 માર્ચના રોજ રિલીઝ થશે.

X
Akshay Kumar – Katrina Kaif all set to shoot romantic and action scenes at Hyderabad for film Sooryavanshi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી