તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bollywood Celebs Javed Akhtar, Anubhav Sinha, Mahesh Bhatt Join Anti CAA NRC Protests In Mumbai

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં યોજાનાર CAA-NRCના વિરોધ પ્રદર્શનમાં જાવેદ અખ્તર, અનુભવ સિંહા, મહેશ ભટ્ટ જોડાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) તથા નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટિઝનને (NCR) લઈ દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. મુંબઈમાં કેટલાંક બોલિવૂડ સેલેબ્સે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.

રવિવારે ત્રણ વાગે વિરોધ પ્રદર્શન
મહેશ ભટ્ટ, અનુભવ સિંહા, જાવેદ અખ્તર તથા સુશાંત સિંહ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના છે. વિરોધ પ્રદર્શન આજે (રવિવાર, 12 જાન્યુઆરી) મુંબઈના લોખંડવાલા બેક રોડ, અંધેરી (વેસ્ટ) ખાતે યોજાવાનું છે. 

વિરોધ કરનારાઓએ ‘હમ ભારત કે લોગ’ના નામ હેઠળ દરેકને આ સાઈલન્ટ પ્રોટેસ્ટ માટે આમંત્રણ પાઠવ્યું છે. આ આમંત્રણમાં જે બોલિવૂડ સેલેબ્સ ભાગ લેવાના છે, તેમના નામ લખવામાં આવ્યા છે. 

જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં સેલેબ્સે વિરોધ કર્યો હતો
સોમવારની (છ જાન્યુઆરી) રાત્રે આઠ વાગે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા એક્ટ્રેસ તાપસી પન્નુ-રિચા ચઢ્ઢાએ મુંબઈના કાર્ટર રોડ પર જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં (JNU) થયેલી હિંસાના વિરોધમાં દેખાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે (પાંચ જાન્યુઆરી) સાંજે બુકાનીધારીઓનું એક ટોળું જેએનયુ યુનિવર્સિટીના કેમ્પસમાં ઘુસી આવ્યું હતું. તેમણે લાઠી તથા લોખંડના સળિયાથી વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર પર હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો. તેમણે કેમ્પસની અંદર તોડફોડ પણ કરી હતી. આ હિંસામાં 34 લોકો ઘાયલ થયા હતાં. દેશભરના લોકોએ આ હિંસાનો વિરોધ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો