ગુસ્સો / ફોટોગ્રાફર્સે મલાઈકા અરોરાનો રસ્તો રોકતા ગુસ્સે થયો અર્જુન કપૂર

ફાઈલ તસવીરઃ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર
ફાઈલ તસવીરઃ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર
X
ફાઈલ તસવીરઃ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂરફાઈલ તસવીરઃ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર

  • ફ્રેન્ડ્સ સાથે ડિનર ડેટ પર જતા હતાં મલાઈકા તથા અર્જુન કપૂર
  • સામાન્ય રીતે કૂલ માઈન્ડમાં રહેતો અર્જુન કપૂર ફોટોગ્રાફર્સ પર થયો ગુસ્સો

divyabhaskar.com

Apr 22, 2019, 11:03 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા હાલમાં પોતાના રિલેશનશીપને લઈ ચર્ચામાં છે. સામાન્ય રીતે કૂલ માઈન્ડ રહેતા અર્જુન કપૂરે હાલમાં જ મલાઈકા અરોરાનો રસ્તો રોકવા બદલ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કર્યો હતો.

ભડક્યો અર્જુન કપૂરઃ
ભાગ્યે જ એવું બને કે અર્જુન કપૂર ગુસ્સે થઈ ઉઠે. જોકે, આ વખતે અર્જુન કપૂરે ફોટોગ્રાફર્સને ધમકાવ્યા હતાં. અર્જુન કપૂર તથા મલાઈકા ફ્રેન્ડ્સ સાથે ડિનર ડેટ પર ગયા હતાં અને અહીંયા આ બંનેની તસવીર માટે ફોટોગ્રાફર્સે અજાણતા જ મલાઈકાનો રસ્તો રોકી લીધો હતો. આ જોઈને અર્જુન કપૂર ભડકી ઉઠ્યો હતો અને તેણે ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કર્યો હતો.

માલદીવમાં મનાવ્યું વેકેશનઃ
અર્જુન તથા મલાઈકા પાર્ટી તથા ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. થોડા સમય પહેલાં અર્જુન તથા મલાઈકાએ માલદીવમાં વેકેશન મનાવ્યું હતું. ચર્ચા હતી કે અર્જુન-મલાઈકા 19 એપ્રિલના રોજ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરવાના છે. જોકે, આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ડિરેક્ટર આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત'માં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન સિવાય સંજય દત્ત તથા ક્રિતિ સેનન છે. 'પાનીપત' આ વર્ષે છ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી