તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારના નવા મંત્રી:નીતીશના બધા મંત્રી કરોડપતિ, દર બીજા પર ક્રિમિનલ કેસ; ભાજપના રામસૂરત સૌથી ધનિક

પટના5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીતીશ કુમારે 7મી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા. તેમની સાથે 14 મંત્રીએ પણ શપથ લીધા. નીતીશ કેબિનેટના તમામ મંત્રી કરોડપતિ છે, એટલે કે સૌથી ધનિક મંત્રી પણ કરોડપતિ છે અને સૌથી ઓછી સંપત્તિવાળો પણ કરોડપતિ છે.

નવા મંત્રીમંડળમાં સૌથી ધનિક ભાજપના રામસૂરત છે, જેમની સંપત્તિ 26.88 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે સૌથી ઓછી 1.05 કરોડ રૂપિયાની સંપત્તિ ભાજપના રામપ્રીત પાસવાનની છે. કેબિનેટની સરેરાશ સંપત્તિ 5.56 કરોડ રૂપિયા છે.

આ વખતે કેબિનેટની સરેરાશ વય 58 વર્ષ છે. સૌથી વૃદ્ધ મંત્રી જેડીયુના બિજેન્દ્ર યાદવ છે, જે 74 વર્ષના છે અને સૌથી નાના મંત્રી VIPના મુકેશ સહની છે, જે 41 વર્ષના છે. મુકેશ સહની માત્ર સૌથી નાના જ નહીં, પરંતુ સૌથી ઓછા શિક્ષિત પણ છે. સહની માત્ર 8 પાસ છે. નવા કેબિનેટમાં નીતીશના 7 મંત્રી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. 4 મંત્રી ડોકટરેટ છે અને 3 મંત્રી 12 પાસ છે.

નીતીશ સહિત 15 મંત્રીમાં 5 સવર્ણ, 7 પછાત વર્ગના અને 3 દલિત છે. નવા કેબિનેટમાં, 15માંથી 9 મંત્રી પર કેટલાક ક્રિમિનલ કેસ નોંધાયા છે. તદનુસાર, દરેક અન્ય મંત્રી વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. વીઆઇપીના મુકેશ સહની અને ભાજપના જીવેશ મિશ્રા વિરુદ્ધ સૌથી વધુ 5-5 કેસ નોંધાયા છે. હવે જાણો આ બધા 15 મંત્રી વિશે…

1. નીતીશ કુમાર: 1985માં પ્રથમ વખત નાલંદા જિલ્લાની હરનૌત બેઠક પરથી ધારાસભ્ય બન્યા. એ પછી, તેમણે 1989, 1991, 1996, 1998, 1999 અને 2004માં સતત છ વખત લોકસભાની ચૂંટણી જીતી. તેઓ અટલ સરકારમાં કૃષિપ્રધાન હતા. 3 માર્ચ 2000ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. 2006થી વિધાન પરિષદના સભ્ય.

2. તારકિશોર પ્રસાદ: 1980થી રાજકારણમાં છે. બીએનએમ યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહી ચૂક્યા છે. ઓક્ટોબર 2005થી સતત ચોથી વખત કટિહારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

3. રેણુ દેવી: 2000થી 2010 સુધી સતત ચાર વખત ધારાસભ્ય બન્યા. 2015માં કોંગ્રેસના મદન મોહન તિવારી સામે માત્ર 2,320 મતથી હાર્યા. આ વખતે મદન મોહન તિવારીને 18,079 મતોથી હરાવીને 5મી વખત ધારાસભ્ય બન્યા છે.

4. વિજય ચૌધરી: તેઓ બિહાર વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2010માં લલન સિંહ પછી જેડીયુના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1982ની પેટાચૂંટણીમાં દલસિંહરાયથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: ભાજપમાં વિવાદ:બિહારમાં સીએમ પછાત તો ડેપ્યુટી સીએમ સવર્ણ કેમ નહીં? જો પાર્ટી તારકિશોર પર સહમત છે, તો નંદકિશોર પર કેમ નહીં?

5. બિજેન્દ્ર પ્રસાદ યાદવ: 1990માં જનતા દળની ટિકિટ પર સુપૌલ સદર બેઠક પરથી ધારાસભ્ય બન્યા. 7મી વખત ધારાસભ્ય બન્યા છે. 2005માં જેડીયુના પ્રદેશ અધ્યક્ષ હતા. બિહાર સરકારમાં ઘણા વિભાગોમાં પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ નવી વિધાનસભાના સૌથી વૃદ્ધ ધારાસભ્ય છે.

6. મેવાલાલ ચૌધરી: સતત બીજી વાર મુંગેર જિલ્લાના તારાપુરથી ધારાસભ્ય બન્યા. આ પહેલાં 2010માં તેમનાં પત્ની નીતા ચૌધરી અહીંથી ધારાસભ્ય હતાં. સહાયક પ્રોફેસરની ભરતીમાં કૌભાંડનો આરોપ ચૌધરી પર હતો. એ સમયે ચૌધરી કુલપતિ હતા.

7. શીલા મંડલ: પ્રથમ વખત ધારાસભ્ય બન્યાં છે. ફૂલપરાસ બેઠકથી વર્તમાન ધારાસભ્ય ગુલઝાર દેવીની ટિકિટ કાપીને તેમને આપવામાં આવી હતી.

8. અશોક ચૌધરી: કોંગ્રેસમાંથી જેડીયુમાં આવ્યા અને ત્યાર બાદ નીતીશ કુમારે તેમને તેમની સરકારમાં નિર્માણ પ્રધાન બનાવ્યા. માર્ચ 2018માં, તેમણે જેડીયુનું સભ્યપદ લીધું હતું. અગાઉ તેઓ નીતીશ-લાલુની આગેવાનીવાળી સરકારમાં શિક્ષણપ્રધાન હતા. છેલ્લા એક કે બે વર્ષમાં નીતીશ કુમારની ખૂબ નજીકના રહેલા નેતાઓમાં અશોક ચૌધરી પણ છે. તેઓ બિહાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.

9. સંતોષ સુમન માંઝી: પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના પુત્ર છે. સંતોષ વિધાન પરિષદના સભ્ય છે. સંતોષ માંઝી હમ પાર્ટીના મુખ્ય મહામંત્રી અને સંસદીય બોર્ડના અધ્યક્ષ છે.

10. મુકેશ સહની: વિકાસ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના સ્થાપક. તેઓ અગાઉ બોલિવૂડમાં સ્ટેજ ડિઝાઇનર હતા. 2015ની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. બાદમાં પોતાની પાર્ટી બનાવી. મહાગઠબંધન 2019ની લોકસભાની ચૂંટણીનો ભાગ હતા. આ વખતે સિમરી બખ્તિયારપુરથી લડ્યા હતા, પરંતુ આરજેડીના યુસુફ સલાહુદ્દીન સામે માત્ર 1,759 મતોથી હાર્યા હતા.

11. મંગલ પાંડે: 1989માં ભાજપમાં જોડાયા. 2005માં તેમને પ્રદેશ ભાજપના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2012માં, તેમને બિહાર વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા. 2013માં તેમને બિહાર ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ગઈ સરકારમાં આરોગ્ય પ્રધાન હતા.

12. અમરેન્દ્ર પી. સિંહ: જનસંઘ સાથે રાજકારણની શરૂઆત કરી. આરાથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમના પિતા સ્વ. બિહારી પ્રસાદસિંહ સ્વતંત્રતા સૈનિક અને ખેડૂત હતા. તેમણે સૌ પ્રથમ 1991માં ઝારખંડની જમશેદપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તે હાર્યા હતા.

આ પણ વાંચો: ત્રણ ચૌધરીના વિશ્વાસ પર નીતીશ:બે 'ચૌધરી' તો નક્કી હતા, ત્રીજા ચૌધરીથી નીતીશે મૂંઝવણભરી સ્થિતિ સર્જી, JDU મહત્ત્વનાં મંત્રાલયો પોતાની પાસે રાખે તેવી શક્યતા

13. ડો. રામપ્રીત પાસવાન: ચાર વખત ધારાસભ્ય બન્યા છે. પહેલા બે વખત ખજોલી બેઠક પરથી ધારાસભ્ય બન્યા. બાદમાં સતત બે વખત રાજનગરથી જીત મેળવી હતી. ભૂતકાળમાં નીતીશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

14. જીવેશ મિશ્રા: બીજી વખત ઝાલેથી ધારાસભ્ય બન્યા છે. ભૂમિહારો જાતિમાંથી આવે છે. તેમણે કોંગ્રેસના મુસ્કુર ઉસ્માનીને હરાવ્યા છે. મસ્કુર ઉસ્માની અગાઉ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ હતા. વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ હતા ત્યારે તેમના પર તેમની ઓફિસમાં જિન્નાની તસવીર લગાવવાનો આરોપ લાગ્યો હતો.

15. રામસૂરત રાય: 2009માં પેટાચૂંટણીથી રાજકીય કારકીર્દિની શરૂઆત કરી, પરંતુ હાર્યા. 2010માં ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય બન્યા હતા. સાત વર્ષ પહેલાં રાય ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે નક્સલવાદીઓએ તેમની પાસેથી લેવી (એક રીતથી ટેક્સ)ની માગણી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો