તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1066 Candidates From 60 Parties; In 2015, 54 Of These Seats Belonged To The Grand Coalition, Voting At 4 Different Times

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન:71 બેઠક પર 53.54% વોટિંગ, વર્ષ 2010ની તુલનામાં 3% વધારે, પણ ગત ચૂંટણી કરતા 2% ઓછુ

પટનાએક વર્ષ પહેલા
  • 952 પુરુષ અને 114 મહિલા મેદાનમાં; તેમાંથી 406 ઉમેદવાર અપક્ષ લડી રહ્યા છે

બિહારમાં આજે પ્રથમ તબક્કામાં 71 પર વોટિંગ પુરુ થઈ ચૂક્યું છે. આ 71 બેઠક પર 53.54 ટકા મતદાન થયું છે. વર્ષ 2015માં 55.11 ટકા મત પડ્યા હતા. લોકસભામાં આ બેઠક પર 53.54 ટકા જ્યારે વર્ષ 2010ની વિધાનસભા ચૂંટણીમાં 50.67 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે વર્ષ 2015ની તુલનામાં 2 ટકા ઓછું અને વર્ષ 2010ની તુલનામાં આશરે 3 ટકા વધારે મતદાન થયું છે.

ભોજપુરમાં શાહપુર વિધાનસભા ક્ષેત્રના સહજૌલી ગામમાં બૂથ કેપ્ચરિંગને લઈને બે ઉમેદવારો વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી. તેમાં 6 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. બીજી બાજુ લખીસરાયના બાલગુદર અને ભોજપુરના તરારીમાં 3 હજારથી વધુ લોકોએ ચૂંટણીનો બાહિષ્કાર કર્યો હતો. અહીંના વોટર પોતાના વિસ્તારમાં રોડ અને સ્કૂલ ન બનવાને કારણે નારાજ છે.

વિકાસ નાળામાં, મત ખાટલામાં.
વિકાસ નાળામાં, મત ખાટલામાં.

71 બેઠક પર વોટિંગનો ટ્રેન્ડ

સમયવોટિંગ
8 વાગે2.4%
9 વાગે6.74%
11 વાગે18.48%
1 વાગે33.1%
3 વાગે46.29%
5 વાગે51.91%
6 વાગે53.54%

સાંજે 5 વાગ્યા સુધી કયા જીલ્લામાં કેટલું વોટિંગ થયુ

ભાગલપુર54.20%
બાંકા59.57%
મુંગેર47.36%
લખીસરાય55.44%
શેખપુરા52.01%
પટના52.51%
ભોજપુર48.29%
બક્સર54.07%
કૈમૂર56.20%
રોહતાસ49.59%
અરવલ53.85%
જહાનાબાદ53.93%
ઓરંગાબાદ52.85%
ગયા57.05%
નવાદા52.34%
જમુઈ57.41%

અપડેટ્સ...

  • રાહુલ ગાંધીના ટ્વિટને લઈ ભાજપે ચૂંટણી પંચ (EC)માં ફરિયાદ કરી છે.
  • બિહારમાં સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું હતું. ઘણા બુથો પર કોરોનાથી બચાવના ઉપાય તરીકે સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપવાની થર્મલ ગન જોવા મળી. જોકે ઘણી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક વોટરો અને મતદાન અધિકારીઓએ માસ્ક પહેરવામાં બેદરકારી રાખી. લખીસરાયમાં વોટિંગ કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તો માસ્ક પહેર્યું હતું પરંતુ તેમને વોટિંગ કરાવી રહેલા અધિકારીનું માસ્ક નાકથી નીચે હતું.
  • ઘણા બૂથો પર ગડબડ જોવા મળી રહી છે. ગયાના વજીરગંજ વિધાનસભા ક્ષેત્રમાં એક વોટરના હાથ પર લગાવવામાં આવેલી સહી ભૂસાઈ ગઈ. અહીં મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બૂથમાં પંકજ નામનો વોટર વોટ આપીને જેવો બહાર નીકળ્યો તેની આગળી પર લાગેલા નિશાનને લઈને સવાલ કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે આગળી પર નિશાન કરવામાં આવ્યું હતું પરંતુ તે થોડી સેકન્ડની અંદર જ ભૂસાઈ ગયું. એવું તો કેવું નિશાન ભૂસાઈ જાય.
  • મતદાન શરૂ થતા પહેલા ઔરંગાબાદના બાલૂગંજમાં બે IED મળ્યા. CRPFએ સર્ચ અભિયાન દરમિયાન મળેલા IEDને ડિફ્યુઝ કરી દીધા. આ વિસ્તાર નકસલ પ્રભાવિત છે. આ પહેલા મંગળવારે ગયાના ઈમામગંજમાં બે IED મળ્યા હતા. CRPFએ તેને ડિફ્યૂઝ કરી દીધો હતો.
  • આરાની શાહપુર વિધાનસભાના બિહીયાં ગામના બૂથ-286, મંગેર વિધાનસભા 165ના બૂથ-231, નૌવાગઢી મહાદેવપુર સરકારી બંગલામાં EVM ખરાબ થવાના પગલે મતદાન અટક્યું છે. મુંગેરના નૌવાગઢીમાં EVMમાં રાજદ ઉમેદવારના ચૂંટણી ચિહ્નનની સામેનું બટન ગુમ મળ્યું છે.
  • નવાદા જિલ્લાના હિસુઆ વિધાનસભા ક્ષેત્રમાં ફુલમા ગામના બૂથ-258 પર ભાજપના પોલિગ એજન્ટ કૃષ્ણ પ્રસાદ સિંહનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેમને અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.

મોદી અને રાહુલનું ટ્વિટ

કોરોનાના કારણે ચૂંટણીપંચે મતદાનનો સમય એક કલાક વધાર્યો છે, પરંતુ અલગ-અલગ બેઠક પર મતદાન સમાપ્ત થવાનો સમય અલગ-અલગ છે. 4 બેઠક પર સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે 26 બેઠક પર બપોરે 4 વાગ્યા સુધી, 5 બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી, બાકીની 36 બેઠક પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

71 સીટો પર વોટિંગનો ટ્રેન્ડ

સમયવોટિંગ
8 વાગ્યે2.4%
9 વાગ્યે6.74%
11 વાગ્યે18.48%
1 વાગ્યે33.1%
3 વાગ્યે46.29%

બપોરે 3 વાગ્યા સુધીમાં વિવિધ જિલ્લામાં કેટલું વોટિંગ

બાંકા47.44%
મુંગેર41.93%
જમુઈ49.79%
ભોજપુર43.08%
બકસર48.91%
શેખપુરા41.67%
કૈમૂરા49.26%
રોહતાસ43.79%
અરવલ42.43%
ગયા48.14%
લખીસરાય49.84%
પટના45.77%
ભાગલપુર45.51%
નવાદા45.70%
ઐરંગાબાદ48.59%
જહાનાબાદ44.21%

પ્રથમ ફેઝની 6 મોટી વાત
1. સૌથી વધુ 27 ઉમેદવાર ગયા ટાઉન અને સૌથી ઓછા 5 ઉમેદવાર કટોરિયા બેઠક પર છે.

2. સૌથી વધુ 42 બેઠક પર આરજેડી, 41 પર લોજપા અને 40 પર રાલોસપાએ ચૂંટણી લડી રહી છે. ભાજપ 29 પર અને તેની સહયોગી જેડીયુ 35 પર મેદાનમાં છે. 22 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર છે.

3. 31 હજાર 371 પોલિંગ સ્ટેશન બનાવાયાં છે. એમાં 31 હજાર 371 કંટ્રોલ યુનિટ અને વીવીપેટ યુઝ થશે. 41 હજાર 689 ઈવીએમનો ઉપયોગ થશે.

4. વોટરના હિસાબે હિસુઆ સૌથી મોટું વિધાનસભા ક્ષેત્ર છે. અહીં 3.76 લાખ મતદારો છે. તેમાં 1.96 લાખ પુરુષ, 1.80 લાખ મહિલા અને 19 ટ્રાન્સજેન્ડર છે.

5. વોટરના હિસાબે બરબીઘા સૌથી નાનું વિધાનસભા ક્ષેત્ર છે. અહીં 2.25 લાખ વોટર છે. તેમાં 1.17 લાખ પુરુષ, 1.08 લાખ મહિલા છે.

6. 328 ઉમેદવાર પર ક્રિમિનલ કેસ છે. 375 કરોડપતિ છે.

પ્રચારઃ મોદીએ 3, રાહુલે બે રેલી કરી; નીતીશની 56 અને તેજસ્વીની 44 રેલી થઈ
નરેન્દ્ર મોદીઃ વડાપ્રધાને 23 ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓ કરીને 24 બેઠક કવર કરવાની કોશિશ કરી. રેલીઓમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરાયો. ગલવાન ખીણમાં ચીન સાથે થયેલી અથડામણની પણ વાત કરી.

રાહુલ ગાંધીઃ રાહુલે પણ વડાપ્રધાનની જેમ 23 ઓક્ટોબરે નવાડા અને ભાગલપુરમાં બે રેલી કરી 12 બેઠક કવર કરવાની કોશિશ કરી. રેલીઓમાં રોજગાર, પ્રવાસી મજૂરો અને ચીનનો મુદ્દો ઉઠાવ્યો. નવા કૃષિ કાયદાઓનો ઉલ્લેખ પણ કર્યો. નીતીશનું નામ પણ લીધું નહીં.

નીતીશ કુમારઃ 14 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે 13 દિવસમાં 56 રેલી કરી. તેમાંથી 3માં નીતીશ વડાપ્રધાન સાથે હતા. રેલીઓ ઉપરાંત નીતીશે 6 વાર ‘નિશ્ચય સંવાદ’ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. રેલીઓમાં ‘15 વર્ષ વિરુદ્ધ 15 વર્ષ’નો ઉલ્લેખ વારંવાર થયો, એમાં પોતાનાં લાલુનાં 15 વર્ષની તુલના કરી.

તેજસ્વી યાદવઃ 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન 44 રેલી કરી. 2માં રાહુલની સાથે હતા. પ્રથમ ફેઝના પ્રચારના અંતિમ દિવસે 26 ઓક્ટોબરે સૌથી વધુ 15 રેલી કરી. પોતાની રેલીઓમાં મોટા ભાગે યુવાનોને સરકારી નોકરીઓ આપવાની વાત કરી. તેમનું વચન 10 લાખ નોકરી આપવાનું છે.

અન્ય સમાચારો પણ છે...