• Home
  • Automobile
  • 'Yamaha' makes 800 vehicles daily in India, crossing the number of 1 million vehicles in 34 years

સફળતા / 'Yamaha' ભારતમાં રોજ 800 વાહનો બનાવે છે, 34 વર્ષમાં 1 કરોડ વાહનોનો આંકડો પાર કર્યો

'Yamaha' makes 800 vehicles daily in India, crossing the number of 1 million vehicles in 34 years
X
'Yamaha' makes 800 vehicles daily in India, crossing the number of 1 million vehicles in 34 years

  • છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ પ્લાન્ટમાંથી 2.80 લાખ વાહોનોનું ઉત્પાદન કર્યું
  • કંપનીની બાઈક FZS-FI વર્ઝન 3.0 મોડેલને બેસ્ટ સેલિંગ એવોર્ડ પણ મળ્યો
  • 2012માં આજ પ્લાન્ટમાં 50 લાખ વાહનોનાં ઉત્પાદનનો આંકડો પાર કર્યો હતો
  • કંપનીએ 2012માં Ray મોડેલનું સ્કૂટર માર્કેટમાં લોન્ચ કર્યું હતું

Divyabhaskar.com

May 15, 2019, 01:12 PM IST

ઓટો ડેસ્ક. 'યામાહા મોટર્સે' ભારતમાં 34 વર્ષ પહેલાં 1985માં પ્રવેશ કર્યો હતો. કંપનીએ ત્યારથી લઈને અત્યાર સુધી એક કરોડ વાહનો બનાવવાનો આંકડો પાર કરી લીધો છે. કંપનીએ ભારતમાં સુરજપુર, ફરીદાબાદ અને ચેન્નાઈ એમ ત્રણ પ્લાન્ટમાં દરરોજ 800 વાહનોની સરેરાસથી ઉત્પાદન કર્યું છે. આ સમયગાળામાં કંપનીની બાઈક FZS-FI વર્ઝન 3.0 મોડેલ બેસ્ટ સેલિંગ એવોર્ડ મેળવવામાં સફળ થઈ છે.

કંપનીની ભારતમાં યાત્રા

  • યામાહા કંપનીએ વર્ષ 1999માં સુરજપુર સ્થિત પ્લાન્ટમાં 10 લાખ વાહનો ઉત્પાદન કરવાનો આંકડો સર કર્યો હતો
  • વર્ષ 2012માં આ જ પ્લાન્ટમાં 50 લાખ વાહનો ઉત્પાદન કરવાનું લખ્ય પુરૂં કર્યું
  • 2012માં જ કંપનીએ Ray મોડેલનું પહેલું સ્કૂટર ભારતમાં લોન્ચ કર્યું હતું
  • કંપનીનાં ચેન્નાઈ સ્થિત પ્લાન્ટે 2015માં વાહન ઉત્પાદનની ક્ષમતા 4.5 લાખ કરી હતી, જે આંકડો 2019માં 9 લાખે પહોંચ્યો
  • છેલ્લા 5 વર્ષમાં ત્રણ પ્લાન્ટમાંથી કુલ 2.80 લાખ વાહનોનું ઉત્પાદન કર્યું
  • 2016માં યામાહાએ ભારતમાં 10 લાખ સ્કૂટર ઉત્પાદનનો આંકડો પાર કર્યો હતો
2. કયા વાહનોનું ઉત્પાદન કર્યું
  • YZF-R3 (249cc) ABS સાથે
  • YZF-R15 વર્ઝન 3.0 (155cc) ABS સાથે
  • MT-15 (155cc) ABS સાથે
  • FZ 25 (249cc) 
  • Fazer 25 (249cc)
  • FZ-S FI (149cc)
  • FZ FI (149cc)
  • Saluto (125cc)
  • Saluto (110cc)
  • Cygnus Ray-ZR (113cc)
  • Fascino (113cc)
  • Cygnus Alpha (113cc)
  • Cygnus Ray Z (113cc)
  • MT-09 (847cc)
  • YZF-R1 (998cc)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી