નિર્ણય / ફોક્સવેગને હિટલરની પસંદના આધારે બનાવેલી બીટલ કારનું ઉત્પાદન બંધ કર્યું

Volkswagen stopped production of Beetle model car on Hitler's choice
Volkswagen stopped production of Beetle model car on Hitler's choice

  • આ મોડેલની 80 વર્ષમાં 21 કરોડથી વધુ કાર વેચાઇ 
  • હિટલરે કંપનીને એવી કાર બનાવવા કહ્યું હતું, જેમાં ચાર લોકો બેસી શકે અને સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હોય 
  • હાલના વર્ષોમાં આ કારનું વેચાણ ખાસ્સું ઘટ્યું હતું 

Divyabhaskar.com

Jul 12, 2019, 09:18 AM IST

ઓટો ડેસ્ક. જર્મન કાર ઉત્પાદક કંપની ફોક્સવેગનની વિશ્વભરમાં સૌથી વેચાણ ધરાવતી કાર બીટલ જેટલી લોકપ્રિય હતી તેનાથી જોડાયેલા અનુભવો તેટલા જ ચર્ચિત છે. 1933માં જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે ફર્ડિનાંડ પોર્શેને એક એવી કાર બનાવવાનો આદેશ આપ્યો કે જેમાં ચાર લોકો બેસી શકે, જરૂરીયાત પડવા પર તેમને 100 કિમીની પ્રતિ કલાકની ગતીએ દોડાવી શકાય. સાથે જ સામાન્ય લોકોની પસંદગીની કાર બને અને તેમના બજેટમાં પણ આવી શકે. પોર્શેએ હિટલરના સંરક્ષણમાં 1937માં સાર્વજનિક વાહન ઉત્પાદક કંપની ફોક્સવેગનવર્ક એટલે સામાન્ય લોકોની કાર બનાવવા વાળી કંપની બનાવી. 1938માં તેમની પહેલી બીટલ કાર રસ્તાઓ પર આવી ગઇ. માર્કેટમાં આવ્યા પછી બીટલ સામાન્ય લોકોની વચ્ચે જર્મનીની સૌથી લોકપ્રિય કારમાંની એક બની ગઇ.

બીજા વિશ્વયુધ્ધ પછી મિત્ર રાષ્ટ્રોને જર્મનીના ઓટો ઉદ્યોગને આર્થિક સંકળામણમાંથી બહાર નિકળવા માટે ફોક્સવેગને પ્રાથમિકતા આપી. અમેરિકામાં સેડાન બીટલને પહેલી વખત 1950ના દાયકામાં લોન્ચ કરાઇ હતી. આગળ જતા અમેરિકા ફોક્સવેગનના સૌથી મોટા માર્કેટ બનીની ઉભરી આવ્યું છે. 1968માં અમેરિકી બજારમાં કંપનીની ઓછામાં ઓછી 40 ટકા એટલે 563522 કારોના વેચાણ થયું.

બીટલને ડિઝ્ઝીની 1968ની ફિલ્મ 'ધી લવ બગ'થી વધુ લોકપ્રિયતા મળી. આ ફિલ્મમાં એક એવી ફોક્સવેગન કારની વાર્તા હતા જે જાતે સમજી શકાય છે. વર્ષ 1979માં અમેરિકામાં બીટલનું વેચાણ બંધ કરી દીધું. પરંતુ મેક્સિકો અને બ્રાઝિલમાં આનું ઉત્પાદન ચાલુ રહ્યું. ત્યાર બાદ કંપનીએ ન્યૂ બીટલને 1997માં અમેરિકી બજારમાં રજૂ કરી. ત્યાર પછી 2018માં બીટલની અમેરિકામાં વેચાણ 2017માં 3.2 ટકા ઘટી 15667 પર રહ્યું. કંપનીએ અંતીમ બિટલ બનાવી તેના ઉત્પાદનને બંધ કરી દીધું.

આખરી બિટલ મ્યૂઝિયમમાં રાખી

ફોક્સવેગને તેની સૌથી લોકપ્રિય કારો પૈકી એક બિટલનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કંપનીએ મેક્સિકોના પ્યૂબ્લા શહેરના પ્લાન્ટમાં બિટલના આખરી વેરિએન્ટની છેલ્લી કાર બનાવીને તેનું ઉત્પાદન રોકી દીધું છે. ફોક્સવેગને તેના મ્યુઝિયમમાં ડેનિમ બ્લૂ કલરની છેલ્લી બિટલને ઓટોમોબાઇલની સમૃદ્ધ વિરાસતની યાદના સ્વરૂમાં રાખી છે.

X
Volkswagen stopped production of Beetle model car on Hitler's choice
Volkswagen stopped production of Beetle model car on Hitler's choice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી