• Home
  • Automobile
  • Up to Rs 10,000 cashback on buying Hero Scooter from Paytm, aims to increase sales of electric scooters

ડિસ્કાઉન્ટ / પેટીએમથી હીરોનું સ્કૂટર ખરીદવા પર 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે, ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ વધારવાનો હેતુ

Up to Rs 10,000 cashback on buying Hero Scooter from Paytm, aims to increase sales of electric scooters

Divyabhaskar.com

Aug 13, 2019, 12:21 PM IST

ઓટો ડેસ્કઃ આજના સમયમાં વાતાવરણમાં જે રીતે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતા ઇલેક્ટ્રિક વાહનનો જ એકમાત્ર યોગ્ય વિકલ્પ દેખાય છે. ઇલેક્ટ્રિક વાહન વાતાવરણ માટે તો સારું છે જ પણ સાથે તેનો ખર્ચ પણ ઓછો આવે છે. કારણ કે આ સ્કૂટર પેટ્રોલથી નથી ચાલતા. પરંતુ હજી ઈલેક્ટ્રિક સ્કૂટરના માગ માર્કેટમાં જોઇએ એટલી વધી નથી. તેથી, તેનું વેચાણ વધારવાના હેતુથી હીરો કંપની આ ફેસ્ટિવલ સિઝન પર પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

અત્યારે પેટીએમ પર સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં હીરો કંપનીના 4 સ્કૂટર્સ સામેલ છે. જો તમે પેટીએમ દ્વારા હીરોનાં આ સ્કૂટર્સ ખરીદો તો તમને મહત્તમ 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

હીરો ઈલેક્ટ્રિક Optima E2

 


આ સ્કૂટરની કિંમત આશરે 54,281 રૂપિયા છે. પરંતુ જો તમે આ સ્કૂટર પેટીએમથી ખરીદો તો તમને 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

હીરો ઈલેક્ટ્રિક FLASH Li-Ion

 


આ સ્કૂટરની કિંમત 49,663 રૂપિયા છે. પરંતુ પેટીએમ પરથી ખરીદવા પર આ સ્કૂટર પર 8થી 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

હીરો ઈલેક્ટ્રિક PHOTON Li (48V)

 


આ સ્કૂટરની કિંમત 92,803 રૂપિયા છે. પરંતુ પેટીએમ પરથી જો આ સ્કૂટર ખરીદવામાં આવે તો આ સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

હીરો ઈલેક્ટ્રિક OPTIMA E5

 


આ સ્કૂટરની કિંમત 61,866 રૂપિયા છે. પરંતુ પેટીએમ પરથી આ સ્કૂટરની ખરીદી પર 6 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

X
Up to Rs 10,000 cashback on buying Hero Scooter from Paytm, aims to increase sales of electric scooters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી