ભારતમાં ટૂ વ્હીલર નિર્માતા હીરો મોટો કોર્પ BS6 સર્ટી મેળવનારી પ્રથમ કંપની બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્ક. ભારતમાં આગામી 1 એપ્રિલ, 2020થી પ્રદૂષણને લગતા ભારત સ્ટાન્ડર્ડ-6 (BS VI) ધોરણો લાગુ થવાના છે. જેને ધ્યાને રાખીને ઓટો ઉત્પાદક કંપનીઓ પણ વાહનોનાં એન્જિનમાં ફેરફાર કરી રહી છે. ભારતમાં ટૂ વ્હીલરનું ઉત્પાદન કરતી હીરો મોટો કોર્પ દેશની પહેલી એવી કંપની બની ગઈ છે, જે માર્કેટમાં BS VI એન્જિન વાળું બાઈક લોન્ચ કરશે. કંપની સ્પ્લેન્ડર આઈસ્માર્ટમાં પોતાનું પહેલું BS VI એન્જિન લગાવશે. BS VI એન્જિનનું ટેસ્ટ સ્પ્લેન્ડર આઈસ્માર્ટ સાથે કર્યા પછી કંપનીને 'ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજી' (ICAT) પાસેથી તેના માટે સંમતિ મળી ગઈ છે. BS VI એન્જિન વાળી હીરો સ્પ્લેન્ડર આઈસ્માર્ટ હીરો દ્વારા સંપૂર્ણરીતે ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. 

ICATનાં ડાયરેક્ટર દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે, ભારlમાં ટૂ વ્હીલર વાહનો માટે BS VI ટેકનિક લાવનારી હીરો મોટો કોર્પ પ્રથમ કંપની બની છે. કંપનીને સ્પ્લેન્ડર આઈસ્માર્ટ માટે ટાઈઅપ એપ્રૂવલસર્ટિફિકેટ આપી દીધું છે, જેને હીરો મોટો કોર્પે ડેવલપ અને મેન્યુફેક્ચર કર્યું છે. ગત વર્ષે  ICAT એ BS VI નોર્મ્સનાં હિસાબે હેવી કમર્સિયલ વાહન સેગમેન્ટ માટે દેશનું પહેલું એપ્રુવલ આપ્યું હતું. BS VI એમિશન સ્ટાન્ડર્ડ ભવિષ્ય માટે ખૂબજ કારગત રહેશે. હાલ ઉપલબ્ધ કરાવાઈ રહેલા વાહનો કરતાં વધુ સારી એમિશન વાળા વાહનોમાં ભવિષ્યમાં પણ ઉપલબ્ધ કરાવાશે.

આગામી એક વર્ષમાં હીરો મોટોકોર્પ પોતાના વાહનોમાં BS VI એમિશન નિયમો મુજબનાં એન્જિન લાવશે, તેની ટેકનિકમાં પણ જરૂરી ફેરફાર કરશે. વાહન નિર્માતા કંપનીઓને BS VI એપ્રુવલ સર્ટિફિકેટ મેળવવા માટે વાહનનો પ્રોટોટાઈપ બનાવવાનો હોય છે. તેના ટેસ્ટિંગ પછી જ ICAT, ARAI અને GSRC જેવી સરકારી એજન્સીઓ દ્વારા વાહનોને સર્ટિફિકેટ આપવામાં આવે છે.