• Home
  • Automobile
  • TVS launched the affordable Ntorq 125 scooter, priced at Rs 58,252

ન્યૂ લોન્ચ / TVSએ સસ્તું Ntorq 125 સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત 58,252 રૂપિયા

TVS launched the affordable Ntorq 125 scooter, priced at Rs 58,252

divyabhaskar.com

May 13, 2019, 06:06 PM IST

ઓટો ડેસ્કઃ પોતાના સ્પોર્ટી અંદાજ, આકર્ષક દેખાવ અને બીજા ઘણાં ફીચર્સના કારણે ટીવીએસનું Ntorq 125 દેશભરમાં લોકપ્રિય બની ગયું છે. આમ તો આ સ્કૂટર એક એન્ટ્રી લેવલ બાઇક કરતાં પણ વધુ મોંઘું છે, પરંતુ હવે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ Ntorq 125નું સસ્તું વર્ઝન પણ લોન્ચ કરી દીધું છે.


ટીવીએસ મોટર્સે Ntorq 125 સ્કૂટરને હવે ડ્રમ બ્રેક સાથે લોન્ચ કર્યું છે. દિલ્હીમાં તેની એક્સ-શો રૂમ કિંમત 58,252 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેનાં ડિસ્ક બ્રેક વર્ઝનની કિંમત 59, 900 રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે આ સ્કૂટર 1,648 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જોકે, આ ફરક બહુ મોટો નથી. પરંતુ તેમાં ઉમેરવામાં આવેલા ડિસ્ક બ્રેક ફીચરના કારણે આ સ્કૂટર હવે વધુ લોકપ્રિય બની જશે. કારણ કે, ડ્રમ બ્રેકની સરખમાણીએ ડિસ્ક બ્રેક વધુ સારી બ્રેકિંગ સિસ્ટમ છે. તેમાં સલામતી પણ વધુ રહે છે.


Ntorq 125માં 125ccનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 9.27 bhp પાવર અને 10.5 Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરની પાછળના ભાગમાં મોટું ટાયર લગાવવામાં આવ્યું છે, જેના કારણે રસ્તા પર ચલાવતાં સારી પકડ રહે છે. આ સ્કૂટરમાં બ્લુટૂથ કનેક્ટિવિટીની સુવિધા પણ આપવામાં આવી છે. જેમાં તમે તમારો સ્માર્ટફોન પણ કનેક્ટ કરી શકો છો અને સ્પીડોમીટર પર તમે નેવિગેશન, કોલ અને મેસેજ પણ વાંચી શકો છો. અત્યાર સુધી આ સ્કૂટરનાં જૂનાં વર્ઝનનાં 1 લાખ યુનિટ વેચાઈ ચૂક્યાં છે.

X
TVS launched the affordable Ntorq 125 scooter, priced at Rs 58,252
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી