ટીપ્સ / વરસાદમાં બાઇક ચલાવતી વખતે અકસ્માતથી બચવા માટે ધ્યાન રાખવા જેવી બાબતો

Things to keep in mind to avoid accidents when driving in the rain

Divyabhaskar.com

Jul 18, 2019, 12:21 PM IST

ઓટો ડેસ્કઃ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આપણે ત્યાં થોડો પણ વરસાદ પડતા પાણી ભરાઈ જતું હોય છે. એવામાં સૌથી વધુ સમસ્યા ટ્રાફિક જામની થાય છે. વરસાદમાં સૌથી મોટી તકલીફ સ્કૂટર ચલાવામાં આવે છે કારણ કે, રસ્તા પર પાણી ભરાઈ ગયું હોય છે અથવા રસ્તા એટલા ચીકણા થઈ ગયા હોય છે કે સ્લીપ થવાની શક્યતા વધી જાય છે. તેથી વરસાદમાં ટૂ-વ્હીલર ચલાવતી વખતે જો કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો કોઈપણ દુર્ઘટના વગર સુરક્ષિત રીતે સફળતાપૂર્વક ઘરે પહોંચી શકાશે.


ટાયર્સ ચકાસી લેવા
જો તમારી બાઇક કે સ્કૂટરનાં ટાયર્સ ખરાબ થઈ ગયાં હો અથવા તેમાં તિરાડ પડી ગઈ હોય કે તેની ગ્રિપ ઘસાઈ ગઈ હોય તો તમારે નવાં ટાયર્સ નખાઈ દેવા જોઇએ. કારણ કે, ખરાબ ટાયર્સથી વરસાદમાં સૌથી વધારે સમસ્યા ઊભી થાય છે. આ રસ્તા પર સારી ગ્રિપ નથી બનાવી શકતાં, જેના કારણે સ્કૂટર સ્લીપ થઈ જાય છે. તેમજ સારી રીતે બ્રેક પણ નથી વાગતી અને એક્સિડન્ટ થવાના ચાન્સિસ વધી જાય છે.


સ્પીડ ઓછી રાખો
વરસાદની ઋતુમાં ખૂબ જ ધીમી સ્પીડમાં વાહન ચલાવો. વરસાદમાં રસ્તા પર ટ્રેક્શન ઓછું થઈ જાય છે. જેના કારણે વાહન પર પણ તમારો કન્ટ્રોલ ઓછો થઈ જાય છે. આટલું જ નહીં, અચાનક બ્રેક મારવાથી યોગ્ય રીતે બ્રેક પણ નથી વાગતી અને આગળના વાહન સાથે અથડાઈ જવાનો ભય વધુ રહે છે. તીવ્ર વરસાદમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે. તેથી વરસાદમાં 30થી 40kmphની સ્પીડથી જ ગાડી ચલાવો.


યોગ્ય અંતર જાળવી રાખવું
વરસાદના સમયે હંમેશાં આગળ ચાલી રહેલાં વાહનથી યોગ્ય અંતર બનાવીને રાખો. ખાસ કરીને ઓવરલોડિંગ ટ્રક અથવા ખટારાથી હંમેશાં દસ ફૂટ દૂર રહો. તેમજ વરસાદના સમયમાં હેડલાઇટ હંમેશાં ઓન જ રાખવી.


બ્રેક ધીમે મારો
વરસાદના સમયે આગળ અને પાછળની બ્રેક્સ એકસાથે લગાવો. જેનાથી તમને સારી બ્રેકિંગ મળશે. જો માત્ર ફ્રંટ બ્રેકનો જ ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી બાઇક સ્લીપ થવાનો ભય વધી જાય છે. તેથી બંને બ્રેક્સનો એકસાથે પ્રયોગ કરવાનું રાખો.


જ્યાં પાણી ભરાયેલું હોય એવી જગ્યા પર ન જાઓ
વરસાદની ઋતુમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ભરાઈ જાય છે. જેના કારણે ઘણીવાર રસ્તામાં પડેલા ખાડા પણ નથી દેખાતા અને તેમાં વાહન પડતા બેલેન્સ જતું રહે છે અને પડી જવાય છે. તેથી જ્યાં પાણી ભરેલું હોય ત્યાં વાહન ચલાવવાનું ટાળો. આટલું જ નહીં, બહુ પાણી ભરાયેલી જગ્યામાંથી નીકળવાથી વાહનના એક્ઝોસ્ટની અંદર પાણી જવાથી વાહન બંધ થઈ શકે છે.

X
Things to keep in mind to avoid accidents when driving in the rain
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી