સિદ્ધિ / દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક ટેક્સી 'વોલોકોપ્ટર'નું સફળ પરીક્ષણ થયું, આવતા વર્ષે લેન્ચિંગ થશે

The world's first electric taxi 'Volcopter' successfully tested, will be launched next year

  • વોલોકોપ્ટર પ્રથમ મેન્ડ ટેક્સી છે, સીધી ઉપર ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ
  • આ ડ્રોન ટેક્નોલોજી પર આધારિત છે, દેરક ઉડાન પહેલાં રોબોટ દ્વારા બેટરી બદલવામાં આવશે

Divyabhaskar.com

Jun 12, 2019, 05:14 PM IST

ઓટો ડેસ્કઃ થોડા સમય પહેલાં ડ્રોન ટેક્નોલોજી પર આધારિત દુનિયાની પ્રથમ ઈલેક્ટ્રિક ટેક્સીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ ટેક્સી આવતા વર્ષે આકાશમાં ઉડતી જોવા મળશે. તેને 'વોલોકોપ્ટર' નામ આપવામાં આવ્યું છે. આ ટેક્સી બનાવનાર જર્મન કંપનીનું કહેવું છે કે આ પહેલી મેન્ડ ટેક્સી હશે, જે સીધી ઉપર ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ હશે. તેમાં સુરક્ષાની પણ બધી વ્યવસ્થા હશે. દરેક ઉડ્ડયન ઉડાન પહેલાં રોબોટ દ્વારા બેટરી બદલવામાં આવશે.


ગયા મહિને બર્લિનમાં થયેલા ગ્રીનટેક ફેસ્ટિવલમાં આ ટેક્સી આકર્ષણનું કેન્દ્ર હતી. આ ફેસ્ટિવલ પૂર્વે વિશ્વ ચેમ્પિયન નિકો રોસબર્ગે શરૂ કર્યો હતો. આ ઈલેક્ટ્રિક ટેક્સીનું લક્ષ્ય દુનિયામાં દર કલાકે 10 વર્ષ સુધી એક લાખ યાત્રીઓને લઈ જવાનો છે. આ સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત હશે. તેનાથી નોઇસ પોલ્યુશન નહીં થાય. શરૂઆતમાં તે 27 કિમી સુધી બે લોકોને લઈ જવામાં સક્ષમ હશે.


ટેક્સીથી ક્રાંતિકારી ફેરફાર આવશે
રોસબર્ગના જણાવ્યા અનુસાર, આવતા વર્ષના અંત સુધી ટેક્સી ઉડાન ભરવા માટે તૈયાર હશે. પહેલાં તેને દુબઈ, સિંગાપુર અને જર્મની જેવી જગ્યાઓ પર શરૂ કરવામાં આવશે. તેનાથી ટેક્સી સર્વિસમાં ક્રાંતિકારી ફેરફાર આવશે. લોકો હવાઈ સેવાનો સરળતાથી ઉપયોગ કરી શકશે. આ બહુ સસ્તી પણ હશે. લોકો ટેક્સી પર આવતા ખર્ચને સમાન તેનો ઉપયોગ કરી શકશે.


આ વર્ષથી 'ઉબર કોપ્ટર' શરૂ થશે
ટેક્સી સેવા આપનારી કંપની ઉબર પણ 9 જુલાઈથી 'ઉબર કોપ્ટર' સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સર્વિસ સૌથી પહેલાં ન્યૂ યોર્કમાં શરૂ કરવામાં આવશે. તેનો ફાયદો સૌપ્રથમ ઉબર રિવોર્ડના એ મેમ્બર્સને મળશે, જેને પ્લેટિનમ અને ડાયમંડ સ્ટેટસ મળ્યું છે. કંપની મુજબ આ ઈલેક્ટ્રિક ટેક્સીમાં સફર કરવા માચે પ્રતિ વ્યક્તિનો ઉડ્ડયનનો ખર્ચ ન્યૂનતમ 14 હજારથી 16 હજાર રૂપિયા વચ્ચે હશે.

X
The world's first electric taxi 'Volcopter' successfully tested, will be launched next year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી