અમેરિકાની સ્ટાર્ટઅપ કંપનીએ ફ્લાઈંગ કારની ડિઝાઈન લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 563 કિમી અંતર કાપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્ક. અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની નેક્સ્ટ ફ્યુચર મોબિલિટીએ અસ્કા નામની કાર ડિઝાઈન કરી છે. જે જમીનની સાથે હવામાં પણ ઉડાન ભરી શકશે. સામાન્ય એસયુવી જેવી દેખાતી આ કાર ફોલ્ડિંગ વિંગ્સની મદદથી ઉડાન ભરી શકશે. વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરતી અક્સામાં પાયલોટ અને પેસેન્જર સહિત 3 લોકો મુસાફરી કરી શકશે.

કારની બોડીમાં 10 ફેન લગાવ્યા છે. તદુપરાંત પાછળની બાજુ 2 ફેન અને વિંગ્સમાં બંને બાજુ એક-એક ફેન લગાવ્યા છે. કારમાં રિચાર્જેબલ બેટરી લગાવી છે. સિંગલ ચાર્જમાં કાર 563 કિમી સુધીનુ અંતર કાપશે. આ કંપની 2025 સુધીમાં કાર માર્કેટમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે.