• Home
  • Automobile
  • The special edition of Suzuki Access 125 SE has been launched in 4 colors, priced at Rs 61,788

સ્પેશિયલ એડિશન / Suzuki Access 125 SEની સ્પેશિયલ એડિશન 4 કલરમાં લોન્ચ થઈ, કિંમત 61,788 રૂપિયા

The special edition of Suzuki Access 125 SE has been launched in 4 colors, priced at Rs 61,788

Divyabhaskar.com

Jul 17, 2019, 11:40 AM IST

ઓટો ડેસ્કઃ સુઝુકી મોટરસાઇક ઈન્ડિયાએ પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર એક્સેસ 125ની સ્પેશિયલ એડિશન SE માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કંપનીએ આ સ્કૂટરનાં નવાં એડિશનમાં કેટલાક નવાં ફીચર્સ સામેલ કર્યાં છે. આ ઉપરાંત, તેમાં કેટલાક નવા કલર્સ પણ ઉમેર્યા છે.


નવી સુઝુકી એક્સેસ 125SE ચાર કલર્સમાં ઉપલબ્ધ થશે. દિલ્હીમાં તેની એક્સ શો રૂમ કિંમત 61,788 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ તેમાં સ્પેશિયલ એડિશનનો એક લોગો લગાવ્યો છે, જે તેને વર્તમાન મોડલ કરતાં અલગ તારવે છે. આ ઉપરાંત, તેમાં બેઝ કલર સીટ લગાવી છે. આટલું જ નહીં, તેમાં હવે ગોળ આકારના ક્રોમ રીઅર વ્યૂ મિરર પણ સામેલ કર્યા છે. તેમજ કંપનીએ આ સ્કૂટરમાં મોબાઇલ ચાર્જ કરવાની સુવિધા પણ આપી છે.


સુઝુકી એક્સેસ 125 SEમાં 124ccનું 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે, જે 8.7PSs અને 10.2Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ એન્જિન SEP ટેક્નિકથી સજ્જ છે, જેની મદદથી સારું રાઇડિંગ અને પર્ફોર્મન્સ મળે છે. રાઇડરને સારી સુવિધા આપવા આ સ્પેશિયલ એડિશનમાં સુઝુકીએ નવાં એક્સેસ 125માં ઈઝી સ્ટાર્ટ સિસ્ટમ, સેન્ટ્રલ લોકિંગ અને સેફ્ટી શટર જેવાં ફીચર્સ સામેલ કર્યાં છે. સેફ્ટી માટે આમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે.

X
The special edition of Suzuki Access 125 SE has been launched in 4 colors, priced at Rs 61,788
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી