પ્રારંભ / ભારતમાં 2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટનું વેચાણ શરૂ, પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા

The sale of the 2019 Renault Duster Facelift in India, starting at Rs. 7.99 lakh

  • કારના ટોપ મોડલની કિંમત દિલ્હી એક્સ શોરૂમ 12.49 લાખ રૂપિયા છે
  • ડસ્ટર ફેસલિફ્ટમાં 16 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ મળશે
  • રેનો ડસ્ટર આ સેગ્મેન્ટની પહેલી  SUV છે જે ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમથી સજ્જ છે

Divyabhaskar.com

Jul 08, 2019, 07:40 PM IST

ઓટો ડેસ્ક. મૂળ ફ્રાન્સની ઓટોમોબાઈલ કંપની રેનોએ ભારતમાં સત્તાવાર રીતે 2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટનું વેચાણ શરૂ કરી દીધું છે, જેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયા રાખી છે. કારના ટોપ મોડલની દિલ્હી ખાતે એક્સ શોરૂમ કિંમત 12.49 લાખ રૂપિયા છે. રેનો ઈન્ડિયાએ નવી ડસ્ટર ફેસલિફ્ટને નવા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. આ કાર ભારતમાં ડસ્ટર SUVને આપવામાં આવેલું બીજું ફેસલિફ્ટ વર્ઝન છે.

કંપનીએ 2019 ડસ્ટર ફેસલિફ્ટને પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં લોન્ચ કરી છે. યાને કે આ કારનું એક જ વર્ષમાં બીજું ફેસલિફ્ટ વર્ઝવ આવી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં થર્ડ જનરેશનનું આ ફેસલિફ્ટ વર્ઝન ઓલરેડી થઈ ગયું છે, જ્યારે ભારતમાં તેની એન્ટ્રી આગામી દિવસોમાં થશે. તે માત્ર પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થયા પછી 2019 રેનો ડસ્ટરની હરિફાઈ હ્યુન્ડાઈ ક્રેટા અને નિસાન ટેરેનો જેવી કાર સાથે થશે.

SUVમાં નવા સેન્ટ્રલ કંસોલ આપ્યા છે

2019 રેનો ડસ્ટર ફેસલિફ્ટમાં નવી મિડનાઈટ ઈન્ટિરિયર થીમ આપવામાં આવી છે. કારનું ડેશબોર્ડ પહેલાં કરતાં થોડું અલગ કરવામાં આવ્યું છે. તેમાં નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે. તેમાં મ્યૂઝિક માટે સોફ્ટ ટચ બટન, ટેલિફોન પિકઅપ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ SUVમાં સેન્ટ્રલ કંસોલની ડિઝાઈન પણ ધરમૂળથી બદલી નાખવામાં આવી છે. તેની બંને તરફ ગ્લોસી સિલ્વર ઈન્સર્ટ પ્લસ બે એસી વેન્ટ્સ આપવામાં આવ્યાં છે. સાત ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોમેન્ટ સિસ્ટમ અને એપલ કારપ્લે ઉપરાંત વોઈસ રિકગ્નેશન ઈકોગાઈડને સપોર્ટ કરે છે.

એન્જિનમાં ઓટોમેટિક અને મેન્યુઅલ બંને ઓપ્શન ઉપલબ્ધ

રેનો ઈન્ડિયાએ ડસ્ટર ફેસલિફ્ટમાં 1.5 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપ્યું છે. આ કારનું પેટ્રોલ એન્જિન 105 bhpનો પાવર અને 142 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5- સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શન રૂપે સીવીટી ઓટોમેટિક ટ્રાંસમિશનમાં પણ ઉપલબ્ધ છે. કારમાં 1.5 લીટરનું ઓયલ બર્નર એન્જિન આપ્યું છે, જે બે ટ્યૂનિંગની સાથે આવે છે. એન્જિન 84 bhp પાવર અને 108 bhp પાવર અને 200 Nmની સાથે 245 Nm પીક ટોર્ક જનરેટ કરવાની તાકાત ધરાવે છે. 84 bhp પાવરવાળું એન્જિન પણ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. જ્યારે 108 bhp પાવરવાળું એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને વૈકલ્પિક રીતે AMT (ઓટોમેટિક) ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે

સેફ્ટી ફીચર્સ

2019 ડસ્ટર ફેસલિફ્ટમાં ફુલ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એલ્યુમિનેટેડ અને કુલ્ડ ગ્લવબોક્સ જેના ફીચર આપ્યા છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો નવી ડસ્ટર BNCAP ફ્રંટ, સાઈડ અને પેડિટ્રિયન ક્રેશ નોર્મ્સ મુજબ છે અને નવા સેફ્ટી ફીચરથી સજ્જ છે. આ ફિચરમાં ABSની સાથે EBD, ડ્રાઈવર અને પેસેન્જર એરબેગ્સ, રિયરપાર્કિંગ સેન્સર્સ, સીટબેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ અલર્ટ સામાન્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કારમાં રિવર્સ પાર્કિંગ કેમેરા, ઈલેકટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ-સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર આપ્યા છે. રેનો ડસ્ટર અત્યારે પણ સેગ્મેન્ટની પહેલી SUV છે જેને ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે.

X
The sale of the 2019 Renault Duster Facelift in India, starting at Rs. 7.99 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી