• Home
  • Automobile
  • The RV400 bike will be released on August 28, the country's first artificial intelligence equipped bike

અપકમિંગ / RV400 બાઇક 28 ઓગસ્ટે રિલીઝ થશે, દેશની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ બાઇક હશે

The RV400 bike will be released on August 28, the country's first artificial intelligence equipped bike

Divyabhaskar.com

Aug 11, 2019, 02:45 PM IST

ઓટો ડેસ્કઃ Revolt RV400 એક ઈલેક્ટ્રિક બાઇક છે, જેની છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કારણ કે, આ દેશની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ બાઇક છે. તાજેતરમાં જ Revolt RV400નો લુક રજૂ થયો હતો. આ બાઇકની પ્રિ-બુકિંગ દિલ્હી અને પૂણેમાં શરૂ થઈ ગઈ છે અને હવે આ બાઇકની લોન્ચિંગ ડેટ પણ રિલીઝ થઈ ગઈ છે. આ મહિનાના અંતમાં એટલે કે 28 ઓગસ્ટે આ બાઇક લોન્ચ થશે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, Revolt RV400ની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા હોઈ શકે છે. ગ્રાહક અત્યારે 1000 રૂપિયા આપીને આ બાઇક બુક કરાવી શકે છે. Revolt RV400 બ્લેક અને રેડ કલર ઓપ્શનમાં આવશે.

Revolt RV400માં અનેક કનેક્ટિવિટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. આટલું જ નહીં, તેમાં 4 પ્રી-લોડેડ મોટરસૈઇકલ સાઉન્ડ્સ આપવામાં આવ્યા છે, જેમાં તમે તમારી પસંદગીનો અવાજ સિલેક્ટ કરી શકો છો. આ ઉપરાંત, આ બાઇક 4G LTE સિમથી સજ્જ છે, જેની પર આ બાઇકના તમામ ઈન્ટરનેટ બેઝ્ડ ફીચર્સ કામ કરે છે.

શરૂઆતમાં Revolt RV400 ઈલેક્ટ્રિક બાઇક માત્ર દિલ્હીમાં જ ઉપલબ્ધ થશે. ત્યારબાદ આગામી 4 મહિનામાં આ અમદાવાદ, હૈદરાબાદ, નાગપુર, પૂણે, બેંગલુરુ અને ચેન્નાઈમાં પણ મળશે.

Revolt RV400 સિંગલ ચાર્જમાં 156 km સુધી ચાલશે. આ બાઇકની ટોપ સ્પીડ પ્રતિ કલાક 85 કિલોમીટર છે. આ બાઇકની વિશેષ વાત એ છે કે તમે તે રેગ્યુલર 15 એમ્પિયર પ્લગ પોઇન્ટ પર ચાર્જ કરી શકો છો. રિવોલ્ટ પોર્ટેબલ બેટરી ચાર્જર સાથે ઓન-બોર્ડ ચાર્જિંગની સુવિધા પણ આપે છે.

X
The RV400 bike will be released on August 28, the country's first artificial intelligence equipped bike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી