• Home
  • Automobile
  • The Royal Enfield 650cc new bike called the Meteor can launch the cheapest bike

અપકમિંગ / Meteor નામથી રોયલ એનફિલ્ડ 650ccની સસ્તી બાઇક લોન્ચ કરી શકે છે

The Royal Enfield 650cc new bike called the Meteor can launch the cheapest bike

divyabhaskar.com

May 14, 2019, 03:58 PM IST

ઓટો ડેસ્કઃ રોયલ એનફિલ્ડ ઓછી કિંમતની 650ccની નવી મોટરસાઇકલ લાવી શકે છે. તાજેતરમાં જ કંપનીએ નવા ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે. તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રોયલ એનફિલ્ડ નવું સસ્તું બાઇક લોન્ચ કરી શકે છે. બ્રિટીશ સરકારની ઇન્ટિલેક્ટ્યૂઅલ ઓફિસ અનુસાર, કંપનીએ Meteor ટ્રેડમાર્ક રજિસ્ટર કરવા માટે અપ્લાય કર્યું છે. રોયલ એનફિલ્ડે આ માટે બે કેટેગરી ક્લાસ 12 અને ક્લાસ 25માં અપ્લાય કર્યું છે. ક્લાસ 12 વિહીકલ્સ માટે છે, જ્યારે ક્લાસ 25 કપડાં, ફૂટવેર અને હેડગિયર માટે છે.


રોયલ એનફિલ્ડે 26 ફેબ્રુઆરી, 2019ના રોજ આ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે રોયલ એનફિલ્ડ ભવિષ્યમાં તેની નવી બાઇક Meteor લોન્ચ કરવા માગે છે. આવું એટલા માટે કારણ કે કંપનીએ અગાઉ Meteor નામથી 500ccની અને Super Meteor નામથી 700cc પેરેલલ ટ્વિન એન્જિનની બાઇક્સ લોન્ચ કરી હતી.


ઈન્ટરસેપ્ટર 650cc એન્જિન
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Meteor બાઇકમાં રોય એનફિલ્ડ ઇન્ટરસેપ્ટરવાળું 650cc પેરેલલ ટ્વિન એન્જિન આપી શકે છે. તેની કિંમત ઇન્ટરસેપ્ટર 650cc કરતાં ઓછી હશે. જોકે, ઇન્ટરસેપ્ટર સિવાય રોયલ એનફિલ્ડ Meteor કંપનીની 350cc અને 500cc બાઇકની જેમ રેટ્રો મોડેલમાં આવી શકે છે. જોકે, કંપની તરફથી આ બાબતે હજી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.


ભારતમાં પણ અરજી
બીજી બાજુ રોયલ એનફિલ્ડે ભારતમાં કપડાંની કેટેગરીમાં Meteor ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. જોકે, આ હજી આની પર વિચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે, પોલેન્ડની એક વ્યક્તિએ રોયલ એનફિલ્ડ પહેલાં આ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. જોકે, આ બાઇક ક્યારે લોન્ચ થશે તે વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

X
The Royal Enfield 650cc new bike called the Meteor can launch the cheapest bike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી