• Home
  • Automobile
  • The new Tata Intra Compact Truck will be launched By the end of this month

અપકમિંગ / આ મહિનાના અંતમાં સુધીમાં નવી ટાટા ઇન્ટ્રા કોમ્પેક્ટ ટ્રક લોન્ચ થશે

The new Tata Intra Compact Truck will be launched By the end of this month
X
The new Tata Intra Compact Truck will be launched By the end of this month

  • ટાટા એસ કંપનીના શ્રેષ્ઠ વેચાણ ઉત્પાદનોમાંથી એક છે, તેનું વેચાણ પણ ચાલુ જ રહેશે
  • ટાટા મોટર્સે અત્યાર સુધીમાં આ મીની ટ્રકના 20 લાખ એકમો વેચ્યા છે
  • આગામી 22 મેનાં રોજ કંપની તેની નવી કોમ્પેક્ટ ટ્રક લોન્ચ કરશે

Divyabhaskar.com

May 13, 2019, 11:32 AM IST

ઓટો ડેસ્ક. ટાટા મોટર્સે નવા નાના કદના કમર્શિયલ વાહન 'ટાટા ઇન્ટ્રા' ઉપરથી પડદો ઉઠાવ્યો છે. ટાટા ઇન્ટ્રા 22 મે, 2019 ના રોજ ભારતમાં લોન્ચ થશે. 'ટાટા એસ' રેન્જ પછી આ પહેલી સંપૂર્ણ કોમ્પેક્ટ મીની ટ્રક છે. ટાટા ઇન્ટ્રા કદમાં મોટી, પ્રીમિયમ અને મજબૂત રહેશે. કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આ નવી કોમ્પેક્ટ ટ્રક ટાટા ઇન્ટ્રા તેની જૂની ટાટા એસનું રિપ્લેસમેન્ટ નથી. તે એક નવું જ મોડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટા એસ કંપનીના શ્રેષ્ઠ વેચાણ ઉત્પાદનો પૈકીનું એક સેગમેનન્ટ છે. ટાટા એસ લોન્ચ થયા પછી કંપનીએ આ મીની ટ્રકના 20 લાખ યુનિટ વેચ્યા છે. હાલમાં કંપની દ્વારા ટાટા એસ બંધ કરવાનો કોઈ ઇરાદો નથી. કંપનીનું કહેવું છે કે, એસ રેન્જ બીએસ-6 (ભારત સ્ટાન્ડર્ડ-6) એન્જિનમાં પણ ઉપલબ્ધ કરાશે.

કંપની ટાટા એસ મોડેલ પણ ચાલુ જ રાખશે

બિલ્કુલ નવી ટાટા ઇન્દ્રા દેખાવમાં આકર્ષક છે. ટાટા ઇન્દ્રા ખાસ પ્રકારે પેસેન્જર કારમાં લાગેલી ક્રોમ સ્લેટ ગ્રિલ સાથે આવે છે. તેમાં હેડલેમ્પસ સાથે હેલોઝન લાઇટ અને ઇન્ટિગ્રેટેડ ઈન્ડિકેટર્સ આપ્યા છે. તો મજબૂત બમ્પર અને વાઇડ સેન્ટ્રલ એસડેમ સાથે ફોગલેમ્પ્સ લગાવવા માટે સ્પેસ આપી છે. આ કોમ્પેક્ટ ટ્રક જે 14-ઇંચના વ્હીલ્સ પર ચાલે છે અને રેડિયલ ટાયર્સ સાથે આવે છે. ટ્રકના કેબિનને કંપનીને વધુ સારું બનાવ્યું છે. સામાન્યતઃ આ કેબિન સેન્ટ્રલ કન્સોલ અને એસી વેન્ટસથી વિરુદ્ધ છે. ટાટા ઇન્ટ્રામાં ચાર્જિંગ સોકેટ, સામાન્ય મ્યુઝિક સિસ્ટમ, aux-ઇન અને યુએસબી કનેક્ટિવીટી અને સંપૂર્ણપણે ડિજીટલ ઈન્સ્ટુમેન્ટ ક્લસ્ટર  આપ્યું છે જે ડ્રાઈવરને ઘણી બધી માહિતી પુરી પાડે છે.

ટાટા મોટર્સની નવી પ્રોડક્ટ ઇન્ટ્રા કોમ્પેક્ટ મીની ટ્રકમાં 1,100 કિલોગ્રામ વહન ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. ટાટા એસ મેગા એક્સએલની ક્ષમતા 1000 કિલો છે. કંપનીએ ટાટા ઈન્ટ્રાને પાકી સડકોની સાથે કાચા રસ્તાઓમાં પણ ફરી શકે તેવી રીતે ડિઝાઈન કરી છે. ટાટા ઇન્ટ્રામાં BS6 એન્જિન 1.4 લિટર ડાયરેક્ટ ઇન્જેક્શન ડીઝલ એન્જિન લગાવ્યું છે. આ એન્જિન 1396ccનું છે. જે 69 bhp પાવર સાથે 140Nmનો પીટ ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે સજ્જ કર્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી