• Home
  • Automobile
  • The new lease of the new model of Suzuki gixxer SF 155 Bike, will be more stylish and powerful than ever before

લીક / સુઝુકી જિક્સર SF 155 બાઇકના નવાં મોડલની તસવીર લીક, પહેલાં કરતાં વધારે સ્ટાઇલિશ અને પાવરફુલ હશે

The new lease of the new model of Suzuki gixxer SF 155 Bike, will be more stylish and powerful than ever before

  • સુઝુકી 20 મેના રોજ લોન્ચ કરશે પોતાની ન્યૂ જિક્સર SF 155 બાઇક
  • બાઇકમાં નવાં ગ્રાફિક્સ અને ઈન્ટિગ્રેટેડ LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ હશે
  • જિક્સર સિરીઝની સૌથી પાવરફુલ SF 250 બાઇક પણ થઈ શકે છે લોન્ચ
     

divyabhaskar.com

May 15, 2019, 03:24 PM IST

ઓટો ડેસ્કઃ સુઝુકી પોતાની જિક્સર સિરીઝની નવી બાઇક જિક્સર SF 200 આ જ મહિનાની 20મી તારીખે લોન્ચ કરવાની છે. આ જિક્સર સિરીઝની સૌથી પાવરફુલ બાઇક હશે, જેમાં 250ccનું એન્જિન મળશે. આ સિરીઝની બધી બાઇકમાં 155ccનું એન્જિન આપવામાં આવ્યું છે. બીજી બાજુ, જિક્સર 155નું 2019 મોડલ પણ લોન્ચ કરવામાં આવશે. આ બાઇકની તસવીર લીક થઈ ગઈ છે. જેમાં તે જૂના મોડલ કરતાં વધુ શાર્પ જોવા મળી રહી છે.


ન્યૂ જિક્સર SF 155ccની ડિઝાઇન
જિક્સર SF 155ccનું નવું મોડલ પહેલાં કરતાં વધારે આકર્ષક જોવા મળી રહ્યું છે. તેમાં નવા હેડલેમ્પ ક્લસ્ટર અને એક ઈન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ હશે. બાઇકમાં ક્લિપ ઓન હેન્ડલબાર આપવામાં આવશે, જે રાઇડિંગ પોઝિશન માટે વધુ સારું છે. આ ઉપરાંત, બાઇકમાં નવાં ગ્રાફિક્સ પણ મળશે. જોકે, તેમાં જૂનું 154.9cc સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન મળશે, જે 14.65bhp પાવર અને 14Nm ના ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ હશે. આ બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં એક મોનોશોક સસ્પેન્શન મળશે. સેફ્ટી માટે ડિસ્ક બ્રેક અને એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) પણ હશે.


આટલી કિંમત હોઈ શકે છે
મીડિયા અહેવાલો અનુસાર, નવી જિક્સર SF 155ની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 98,076 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ બાઇકના વર્તમાન મોડલની કિંમત 90,658 રૂપિયાથી શરૂ થાય છે. એટલે કે આ નવું બાઇક આશરે 7400 રૂપિયા મોંઘું હોઈ શકે છે. ભારતીય બજારમાં આ બાઇકની ટક્કર બજાજ પલ્સર NS, ટીવીએસ અપાચે RTR 160 4V, હીરો એક્સ્ટ્રીમ 200R અને બજાજ એવેન્જર 160 સાથે થઈ શકે છે.

X
The new lease of the new model of Suzuki gixxer SF 155 Bike, will be more stylish and powerful than ever before
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી