ટેસ્ટિંગ / મહિન્દ્રા XUV300 સબકોમ્પેક્ટ SUV હવે BS6 એન્જિન સાથે આવશે, ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ

The Mahindra XUV300 subcompact SUV will now come with the BS6 engine, spotting during testing

Divyabhaskar.com

May 13, 2019, 06:46 PM IST

ઓટો ડેસ્ક. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક વર્ષ પછી ભારે ચહલપહલ જોવા મળશે. તમામ ઓટો કંપનીઓ તેનાં વાહનોમાં ઘણા પરિવર્તનો કરવા જઈ રહી છે. તમામ કાર ઉત્પાદકો માટે BS6 અને ક્રેશ ટેસ્ટનાં નવા નિયમો ટૂંક સમયમાં લાગુ થવાના છે. ભારતમાં લાગુ થનારા ભારત સ્ટાન્ડર્ડ-6 માનાંકો ધ્યાનમાં રાખી કંપનીઓ તેના વાહનોનાં એન્જિનમાં ફેરફાર કરી રહી છે. વૈશ્વિક બજારમાં પહેલેથી BS6 વાહનો વેચવામાં આવી રહ્યા છે અને ભારતમાં ફરજિયાત BS-4 એન્જિન હવે BS6માં તૈયાર કરવામાં આવી રહ્યા છે. મારુતિ સુઝુકીએ BS6 એન્જિન સાથે અલ્ટો 800 લોન્ચ કરી છે. મહિન્દ્રા પણ એ જ દિશામાં આગળ વધી રહી છે.

એવું લાગે છે કે, મહિન્દ્રા ઓટોમોટિવ ચેન્નાઇ સ્થિત ડેવલપમેન્ટ સેન્ટરમાં આગામી વાહનોનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં મહિન્દ્રા એક્સયુવી 300 બીએસ-6 એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર ટેસ્ટિંગ માટે ચેન્નઈ-ટિંડિવનમ હાઇવે પર સ્પોટ થઈ હતી. આ એજ સ્થળ છે જ્યાં ન્યૂ જનરેશ મહિન્દ્રા સ્કોર્પિયો પણ પરીક્ષણ સમયે જોવા મળી હતી. બીએસ 6 ઇંધણ વાળી ડેકલ્સ સાથે કાર ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની હવે કસ્ટમર્સને મજબૂત કાર પુરી પાડવા માટે પ્રયત્નશીલ છે.

મહિન્દ્રા XUV300 ભારતમાં આ જ વર્ષે લોન્ચ થઈ છે. આ સબકોમ્પેક્ટ એસયુવી પેટ્રોલ અને ડીઝલ બંને વેચિઅન્ટમાં ઉપલબ્ધ છે. XUV300 1.2-લિટર પેટ્રોલ વેરિયન્ટ ત્રણ સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિન 5000 rpm પર 110bhp પાવર અને 2000-3500 rpm પર 200 Nmનો ટોર્ક જનરેટ કરે છે. SUV ડીઝલ વેરિઅન્ટ 1.5-લિટર ચાર સિલિન્ડર ટર્બો ડીઝલ મહિન્દ્રા મરાજો 115bhp પાવર અને 300Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ XUV300 વિશે કહ્યું છે કે, એસયુવી એન્જિન બંને બીએસ-6 ઇંધણ વિકલ્પમાં ઉપલબ્ધ કરાશે.

X
The Mahindra XUV300 subcompact SUV will now come with the BS6 engine, spotting during testing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી