તસવીર લીક / નવી રેનો ડસ્ટર કારની તસવીર લીક થઈ, ફ્રન્ટ સ્ટાઇલિંગમાં ફેરફાર કરવામાં આવ્યો

The image of the new Renault Duster car was leaked, the front styling was changed

Divyabhaskar.com

Jun 11, 2019, 01:11 PM IST

ઓટો ડેસ્કઃ રેનો તેની પોપ્યુલર એસયુવી ડસ્ટરને નવા અવતારમાં લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચિંગ પહેલાં જ આ કારની તસવીર લીક થઈ ગઈ છે, જેમાં તેનો નવો લુક સામે આવ્યો છે. આ તસવીર એસયુવીનાં ફાઇનલ પ્રોડક્શન પછી તેનાં સ્ટાઇલિંગ દરમિયાન ક્લિક કરવામાં આવી છે. નવી ડસ્ટરની ફ્રન્ટ સ્ટાઇલિંગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેથી તે આગામી સલામતી ધોરણો પર ખરી ઉતરી શકે.


નવી ડસ્ટરનાં બોનેટને ફરીવાર ડિઝાઇન કરીને તેને થોડું ઊંચું બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, એસયુવીમાં નવી ગ્રિલ અને હેડલેમ્પમાં હળવા ફેરફાર કરવાની સાથે નવું ફ્રન્ટ બમ્પર આપવામાં આવ્યું છે. તેની હેડલાઇટની ડિઝાઇન જૂની ડસ્ટર જેવી છે. પરંતુ હવે તેમાં LED-DRL અને પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યાં છે, જે અગાઉના મોડલ્સમાં નથી. નવી ડસ્ટરની ગ્રિલ વધુ મોટી છે અને ગ્રિલ પર આપવામાં આવેલી ક્રોમ ફિનિશ તેનો લુક અટ્રેક્ટિવ બનાવે છે.


એસયુવીને ફ્રેશ લુક આપવા માટે રેનોએ નવી ડસ્ટરમાં નવા રૂફ રેલ્સ, નવી ડિઝાઇનનાં એલોય વ્હીલ્સ અને પાછળના ગેટ પર બ્લેક પ્લાસ્ટિક ક્લેડિંગ આપી છે. આ કારનાં ઈન્ટીરિયરની તસવીરો સામે નથી આવી. પરંતુ એવી શક્યતા છે કે તેમાં નવું સીટ ફેબ્રિક, અપડેટેડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને કેટલાક કનેક્ટેડ કાર ફીચર્સ મળશે. આ સિવાય કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, સ્પીડ વોર્નિંગ, પાર્કિંગ સેન્સર્સ અને ABS તમામ વેરિયન્ટ્સમાં સ્ટાન્ડર્ડ મળશે.


એન્જિન
અપડેટેડ ડસ્ટરમાં BS-6 એન્જિન હશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કંપની ડસ્ટરનો 110hp પાવરવાળું 1.5 લિટર K9K ડીઝલ એન્જિન જ BS-6માં અપડેટ કરશે, જ્યારે 85hp પાવરવાળું ડીઝલ એન્જિન એસયુવીમાં બંધ કરી દેવામાં આવશે. નવી ડસ્ટરનું પેટ્રોલ એન્જિન પણ BS-6 નોર્મ્સ અનુસાર હશે.

X
The image of the new Renault Duster car was leaked, the front styling was changed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી