સુપર કાર / દુનિયાની સૌથી ઝડપી દોડતી કાર, માત્ર 2.3 સેકન્ડમાં જ 100 કિમીની સ્પીડ સુધી પહોંચે છે

The fastest running car in the world reaches 100 km speed in just 2.3 seconds

Divyabhaskar.com

Jun 13, 2019, 11:48 AM IST

ઓટો ડેસ્ક. દુનિયાભરમાં ઓટો ઉત્પાદક કંપનીઓ પોતાની કાર ચર્ચામાં રાખવા માટે કેટલીક ખાસિયતો ઉપર કામ કરતી હોય છે. ખાસ કરીને સ્પીડ સાથે સેફ્ટીને લઈને પણ કંપનીઓ કામ કરતી હોય છે. હાલ ઓટો માર્કેટમાં એવી પણ કાર ઉપલબ્ધ છે, જે માત્ર 2.3 સેકન્ડમાં જ 0થી 100 સુધીની સ્પીડ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ઈગ્લેન્ડની ઓટો કંપની અલ્ટિમા આવીજ એક નવી સુપર કાર Ultima RS લઈને આવી છે.

નવી સુપર કાર Ultima RS માં ગજબનો પાવર છે, આ કારનું સૌથી શક્તિશાળી મોડેલ 1,200 hpની તાકાત પુરી પાડે છે. જ્યારે તેનું એન્ટ્રિલેવલ મોડેલ 480 hpના પાવર સાથેની તાકાત પુરી પાડે છે. કારમાં LT1 6.2-લીટર V8 એન્જિન લગાવ્યું છે. તેના સિવાય કારનાં બીજા મોડેલમાં LT4 6.2- લીટર V8 એન્જિન લગાવ્યું છે ચે 650 hpનો પાવર પુરો પાડે છે. આ કારના LT5 મોડેલમાં 6.2- લીટરનું V8 એન્જિન લગાવ્યું છે જે 800 hpનો પાવર આફે છે પરંતુ કંપની તેનો પાવર 1200 hp સુધી વધારવાની સુવિધા આપે છે. આ મોડેલ માત્ર 2.3 સેકન્ડમાં 0 થી 100 કિમી કલાકની સ્પીડ સુધી પહોંચી જાય છે. આ કારની ટોપ સ્પીડ 400 kmphની છે. આ સુપર કારમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે. આ કાર સિટી અને હાઈવે બંને જગ્યાએ આામથી ચલાવી શકાય છે.

જોકે Ultima RS જેવી કાર રેસિંગ ટ્રેક માટે બનાવવામાં આવતી હોય છે. પરંતુ આ કારમાં કંપનીએ કેટલાંક એવા ફીચર્સ આપ્યા છે જે કારને રોડ ફ્રેન્ડલી બનાવે છે. આ કારની અંદર રિઅર કેમેરા, પાર્કિંગ સેન્સર, એસી, નેવિગેશન, એલઈડી હેડલેમ્પ અને અપહોલ્સ્ટ્રી જેવા ફીચર્સ પણ સામેલ કર્યા છે.

X
The fastest running car in the world reaches 100 km speed in just 2.3 seconds

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી