ન્યૂ લોન્ચ / સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર Batt RE લોન્ચ થયું, પાંચ કલર્સમાં ઉપલબ્ધ થશે

The affordable Batt RE electric scooter was launched, available in five colors

Divyabhaskar.com

Jun 07, 2019, 04:12 PM IST

ઓટો ડેસ્કઃ ઘણી ઓટો કંપનીઓ દેશમાં ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. એવામાં જયપુરની સ્ટાર્ટઅપ કંપની પણ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે સિંગલ ચાર્જમાં જ 90 કિમીનું અંતર કાપી લેશે. અગાઉ સરકાર પણ કહી ચૂકી છે કે 31 માર્ચ 2025 પછી પેટ્રોલ પર ચાલતા 150cc સુધીના ટૂ વ્હીલર વાહનોનું વેચાણ નહીં થાય અને માત્ર ઈ-વ્હીકલ જ વેચાશે અને બનશે.


જયપુરની સ્ટાર્ટઅપ કંપની Batt RE ઇલેક્ટ્રિક મોબિલિટી દેશમાં તેનું પ્રથમ Batt Mobile ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ સ્કૂટરની કિંમત 63,555 રૂપિયા રાખી છે. અત્યારે આ સ્કૂટર નાગપુર, હૈદરાબાદ, અનંતપુર અને કરનૂલ જેવા શહેરોમાં ઉપલબ્ધ છે. જ્યારે પુણે, વિજાગ અને વારંગલમાં આ મહિનાના અંત સુધી સર્વિસ સેન્ટર અને ડીલરશિપ ઉપલબ્ધ થઈ જશે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશના 50 શહેરોમાં પોતાની ડીલરશીપ ખોલવા માગે છે.


આ સ્કૂટર પાંચ રંગોમાં મળશે. તેમજ તેના ફ્રન્ટમાં ફુલ એલઈડી હેડલેમ્પ્સ, એલઈડી ટેલ લેમ્પ્સ, બ્લિંકર્સ અને રીઅર વ્યૂ મિરર્સ મળશે. કંપનીએ આ સ્કૂટરને રેટ્રો સ્ટાઇલમાં લોન્ચ કર્યું છે. સ્કૂટરના હેન્ડબાર્સ પર બ્લેક ફ્લાય સ્ક્રીન, ફુલી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ, કીલેસ ઈગ્નિગેશન, સ્પીડ, ટેમ્પરેચર અને ઓડોમીટર વગેરે ફીચર્સ મળશે.


સ્કૂટરમાં 10 ઈંચના એલોય વ્હીલ્સ અને 90/100-10 કદનાં ટ્યૂબલેસ ટાયર મળશે. સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 150 mm છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 25 કિમી છે. સ્કૂટરમાં 12 કિલો વજનવાળી 48V 30Ahની લીથિયમ બેટરી મળશે, જે ફુલ ચાર્જ પર 90 કિમીની રેન્જ આપશે. 110V- 220V 6Ampના ચાર્જરથી 4 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થઈ જશે. સ્કૂટરનું વજન માત્ર 74 કિલો છે. જ્યારે કે બેટરીમાં ઓટો કટઓફ સિસ્ટમ મળશે અને બેટરી ફુલ ચાર્જ થવા પર ઓટોમેટિકલી કટ થઈ જશે. કંપનીનો દાવો છે કે બેટરીની લાઇફ 2000 ચાર્જિંગ સાઇકલ છે.


સ્કૂટરની વિશેષતા એ છે કે સ્કૂટરથી બેટરી કાઢીને વોલ ચાર્જરથી ચાર્જ કરી શકાશે. સ્કૂટરના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળની બાજુ મોનો શોકર મળશે. આગળ અને પાછળ ડિસ્ક બ્રેકનું ફીચર મળશે. આ સિવાય સ્કૂટરમાં એન્ટિ થેફ્ટ અલાર્મ અને યુએસબી ચાર્જર વગેરે ફીચર્સ મળશે.

X
The affordable Batt RE electric scooter was launched, available in five colors
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી