ટાટા મોનસુન ઓફર / નેક્સન, ટિયાગો અને ટિગોર પર રૂપિયા 40 હજાર સુધીની છૂટ મળશે

TATA Monsoon Offer: Up to 40 thousand rupees will be available on Nexon, Tiago and Tigor

Divyabhaskar.com

Jun 13, 2019, 03:54 PM IST

ઓટો ડેસ્ક. ટાટા મોટર્સની કોઈ કાર પસંદ હોય અને ખરીદવા ઈચ્છતા હોય તો કંપની હાલ મોન્સુન ઓફર આપી રહી છે. જેમા ટાટાની ત્રણ કાર પર આ મહિના માટે ઓફર મળશે. ઓફર હેઠળ કંપની 40 હજાર સુધીની છૂટ આપી રહી છે. કંપની દ્વારા આ ઓફરમાં એક રૂપિયામાં 31 હજાર સુધીનો ઈન્સ્યોરન્સ આપવામાં આવશે. જો કોઈ કસ્ટરમ પોતાની જૂની કાર એક્સચેન્જ કરવા માંગતા હોય તો નવી ટાટા ટિયાગો ખરીદવાનો આ ઉત્તમ સમય છે. આ ઓફરનો લાભ લેનાર કસ્ટમરને રૂપિયા 10 હજારનું એક્સચેન્જ બોનસ પણ મળશે. જોકે આ ઓફરમાં ઈન્સ્યોરન્સની સ્કિમ માત્ર ગુજરાત પુરતી જ લાગુ પડશે.

જો કોઈ કસ્ટમર ટાટા નેક્સન ખરીદવા માંગતા હોય તો તેઓ પ્રથમ વર્ષ માટે માત્ર એક રૂપિયામાં 47 હજાર રૂપિયા સુધીનો ઈન્સ્યોરન્સ મેળવી શકશે અને એક્સચેન્જમાં રૂપિયા 15 હજાર સુધીની છૂટ મળશે.

ટાટા ટિગોર પર કંપની એક વર્ષ માટે કસ્ટમરને માત્ર એક રૂપિયયામાં 31 હજાર સુધીનો ઈન્સ્યોરન્સ આપશે અને રૂપિયા 15 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળશે. ઈન્સ્યોરન્સની ઓફર આ મોડલ પર માત્ર ગુજરાતમાં જ લાગૂ પડશે.

X
TATA Monsoon Offer: Up to 40 thousand rupees will be available on Nexon, Tiago and Tigor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી