ઓટો ટેક / માર્કેટમાં આવી ગયાં છે કેમેરા, મ્યુઝિક, નેવિગેશન સાથેનાં સ્માર્ટ હેલમેટ્સ

Smart helmets with cameras, music, navigation have come on the market

Divyabhaskar.com

Aug 10, 2019, 05:03 PM IST

ઓટો ડેસ્ક. આપણા હાથમાં રહેલા ફોન સ્માર્ટ થયા પછી હવે માથા પર રહેલાં હેલમેટ પણ સ્માર્ટ થવા માંડ્યા છે. હવે તે વાહનચાલકના માથાનું રક્ષણ કરવા ઉપરાંત તેને ફોન ઉપાડવાની ઝંઝટમાંથી પણ બચાવશે અને દિશાસૂચન એટલે કે નેવિગેટ પણ કરશે. ઈવન ઘણા એડવાન્સ્ડ હેલમેટ્સમાં તો રિઅર વ્યૂ એટલે કે પાછળનું દૃશ્ય બતાવતા કેમેરા પણ આપવામાં આવ્યા છે. આવો જાણીએ આવાં જ કેટલાંક સ્માર્ટ હેલમેટ્સ વિશે...

‘સેના’ નામની એક વિદેશી કંપનીએ તાજેતરમાં જ એક સ્માર્ટ હેલમેટ લોન્ચ કર્યું છે, જે કેમેરાથી સજ્જ છે. તેમાં ઇન્ટેલિજન્ટ નોઈઝ કંટ્રોલ છે, બ્લૂટૂથ ઓડિયો, ગ્રૂપ ઈન્ટરકોમ, વોઈસ કમાન્ડ અને મ્યૂઝિક શેરિંગ જેવી સુવિધાઓ પણ છે.

'ક્વિન ડિઝાઈન્સ'એ તૈયાર કરેલું હેલમેટ સામાન્ય રાખ્યું છે. કોઈનું ધ્યાન ભટાકાવ્યા વગર કનેક્ટ કરવા પર ફોક્સ કર્યું છે. તેમાં અત્યાધુનિક સિસ્ટમ એ રીતે લગાવવામાં આવી છે દેખાવમાં તે સામાન્ય હેલમેટ જેવું જ દેખાય છે. તેમાં ક્રેશ ડિટેક્શન નામનું અનોખું ફીચર છે, જે રાઈડરને એક્સ્ટ્રા સેફ્ટી આપે છે.

લાસ વેગસ 2019ના કન્સ્યૂમર ટ્રેડ શોમાં 'એરગોન ટ્રાન્સફોર્મ'એ એડવાન્સ સિસ્ટમ લોન્ચ કરી છે. તે હેડ્સ-અપ ડિસ્પ્લે સિસ્ટમ છે જે રાઈડરને જરૂરી રાઈડિંગ ઈન્ફર્મેશન આપે છે, જેનાથી તેને નેવિગેશન માટે વારંવાર સ્માર્ટફોનમાં જોવાની જરૂર નથી રહેતી અને રસ્તા પર ધ્યાન રહે છે. આ સિસ્ટમને કોઈ પણ હેલમેટમાં લગાવી શકાય છે. આ કંપનીએ ડ્યૂઅલ કેમેરા સ્માર્ટ હેલમેટ અટેચમેન્ટ પણ લોન્ચ કર્યું છે, જે વિશ્વનું પહેલું છે. તેમાં હેન્ડલબાર પર રિમોટ કંટ્રોલ છે, જે ડેશ કેમની સાથે રિયર વ્યૂ કેમેરા કંટ્રોલ કરે છે.

'ક્રોસહેલમેટ'માં હેડ્સઅપ ડિસ્પ્લે, રિઅર વ્યૂ કેમેરા, વોઈસ કંટ્રોલ જેવાં ફીચર છે. આ હેલમેટ સેફ્ટી લાઈટની સાથે આવે છે. 'રીવૂ MSX1' સ્માર્ટ હેમમેટ નથી, પણ ખાસ્સું સમજદાર હેલમેટ છે. તેમાં એક મિરર સિસ્ટમ લગાવવામાં આવી છે જે રાઈડરને પાછળની ચીજોનો વ્યૂ આપે છે. મજાની વાત એ છે કે આ હેલમેટમાં ન તો કોઈ ચાર્જિંગ છે કે ન કોઈ બેટરી છે.

હેલમેટની સેફ્ટીથી સ્માર્ટનેસ સુધીની સફર

હેલમેટને સ્માર્ટ બનાવવાની સફર ખાસ્સી ઉબડખાબડ રસ્તાઓમાંથી પસાર થઈ છે. નુવિઝ જેવી કંપનીઓ પાસે ઘણી સારી પ્રોડક્ટ્સ હતી પરંતુ માર્કેટમાં ન ચાલી. પ્લસ તેની કિંમતો પણ ખાસ્સી ઊંચી હતી. તેને ખરીદવું મોંઘુ છે. કોઈ વિદેશી સ્માર્ટ હેલમેટ' ખરીદવાનું વિચારી રહ્યા હો તો લાખો રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડે. સ્માર્ટ હેલમેટ તૈયાર કરતી વખતે કંપનીઓ માટે સૌથી મોટો પડકાર એ હતો કે તેને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાની સાથોસાથ તેમાં મજબૂતી સાથે કોઈ જ સમાધાન ન થાય. આનંદની વાત છે કે હવે સેફ્ટી અને સ્માર્ટનેસ બંનેનું પર્ફેક્ટ કોમ્બિનેશન ધરાવતાં હેલમેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ થયાં છે.

X
Smart helmets with cameras, music, navigation have come on the market
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી