અપકમિંગ / સ્કોડા કોડિયાક એસયુવીનું નવું વેરિઅન્ટ લાવશે, નામ રાખ્યું કોડિયાક સ્કાઉટ

Skoda will bring a new variant of the kodiaq SUV, named Kodiak Scout

Divyabhaskar.com

Aug 09, 2019, 10:18 AM IST

ઓટો ડેસ્કઃ સ્કોડા અત્યારે કોડિયાક એસયુવીના નવાં વેરિઅન્ટ પર કામ કરી રહી છે. કંપનીએ તેનું નામ કોડિયાક સ્કાઉટ રાખ્યું છે. જાણવા મળ્યું છે કે કંપની આ કાર દિવાળીની આસપાસ ભારતમાં લોન્ચ કરી શકે છે. તેની ઓફ-રોડિંગ ક્ષમતા વર્તમાન મોડલ કરતાં વધુ સારી હશે.

સ્કોડા સ્કાઉટનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વર્તમાન મોડેલ કરતાં 6mm વધુ હશે. વર્તમાન કોડિયાક એસયુવીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 188mm છે. ગ્રાઉન્ડ ક્લિઅરન્સ વધવાને કારણે તેનાં ડિપાર્ચર એન્ગલમાં સુધાર આવ્યો છે. ઓફ-રોડિંગ ક્ષમતા સારી કરવા માટે કંપની તેમાં ઓફ-રોડ મોડ પણ આપશે. રાઇડિંગ માટે આ કારમાં 19 ઇંચના એલોય વ્હીલ્સ આવશે.

કોડિઆક સ્કાઉટમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જે તેને બાકીના વેરિઅન્ટથી અલગ બનાવશે. તેની ગ્રિલ, રૂફ રેલ્સ, બહારના મિરર્સ અને સાઇડ વિન્ડો પર સિલ્વર ફિનિશ આપવામાં આવશે. કેબિન બ્લેક લે-આઉટમાં રાખવામાં આવશે. તેની સીટ પર સ્કાઉટ બેજિંગ આપવામાં આવશે.

કોડિઆક સ્કાઉટમાં કંપની રેગ્યુલર મોડલવાળું એન્જિન આપી શકે છે. રેગ્યુલર કાડિઆકમાં 2.0 લિટર ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 150 Ps પાવર 340 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7 સ્પીડ DSG ગિયરબોક્સથી સજ્જ છે, જે દરેક વ્હીલમાં પાવર સપ્લાય કરે છે.

કિંમત વિશે હજી સત્તાવાર જાણકારી નથી મળી. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ કારની કિંમત કોડિયાક એસયુવીનાં વર્તમાન વેરિઅન્ટની આસપાસ હોઈ શકે છે. વર્તમાનમાં સ્કોડા કોડિયાક સ્ટાઇલ અને L&Kનાં વેરિઅન્ટ ઉપલબ્ધ છે. આ બંને વેરિઅન્ટની કિંમત અનુક્રમે 35.37 લાખ રૂપિયા અને 36 લાખ રૂપિયા છે.

X
Skoda will bring a new variant of the kodiaq SUV, named Kodiak Scout
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી