ન્યૂ લોન્ચ / રોયલ એન્ફિલ્ડની અફોર્ડેબલ બુલેટ 350 લોન્ચ થઈ, કિંમત 1.12 લાખ રૂપિયા

Royal Enfield's affordable Bullet 350 launches, priced at Rs 1.12 lakh
Royal Enfield's affordable Bullet 350 launches, priced at Rs 1.12 lakh

Divyabhaskar.com

Aug 11, 2019, 09:40 AM IST

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડ એફોર્ડેબલ બુલેટ 350 અને 350 ES ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે. બુલેટ 350ની કિંમત 1.12 લાખ રૂપિયા અને બુલેટ 350 ESની કિંમત 1.27 લાખ રૂપિયા છે. આ સ્ટાન્ડર્ડ મોડલથી 9 હજાર રૂપિયા સસ્તી છે. સ્ટાન્ડર્ડ બુલેટ 350ની કિંમત 1.21 લાખ રૂપિયા અને સ્ટાન્ડર્ડ બુલેટ 350 ESની કિંમત 1.36 લાખ રૂપિયા છે. નવી બુલેટ 350ને ત્રણ કલર સિલ્વર, સફાયર બ્લુ અને ઓનિક્સ બ્લેકમાં ખરીદી શકાશે. બુલેટ 350 ES જેટ બ્લેક, રીગલ રેડ અને રોયલ બ્લુ કલરમાં મળશે.

નવાં અને જૂનાં મોડલમાં તફાવત

  • કંપનીએ નવાં મોડલમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કર્યા છે, જેમ કે નવી બુલેટ પર ક્રોમની જગ્યાએ બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાં મોડલમાં ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • નવાં મોડલમાં એન્જિનને સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે. બુલેટની ફ્યુઅલ ટેન્ક પર કંપનીનો નોર્મલ લોગો દેખાશે. જો કે, 350 ESના લોગોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
  • બુલેટનાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 346cc, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન છે, જે 19.8hp પાવર અને 28Nm ટોર્ક જનરેટ કરે છે.
X
Royal Enfield's affordable Bullet 350 launches, priced at Rs 1.12 lakh
Royal Enfield's affordable Bullet 350 launches, priced at Rs 1.12 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી