તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિવોલ્ટની ઈલેક્ટ્રિક બાઇક આજે લોન્ચ થશે, પહેલી એવી બાઇક જેમાં 4G સિમ લાગેલું હશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ઓટો સેગમેન્ટમાં રોજ નવાં-નવાં ઈનોવેશન થતાં રહે છે. ગુડગાંવાની રિવોલ્ટ મોટર્સે આજે ભારતમાં પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ નવી ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની છે. મોબાઇલ અને ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ બનાવનાર કંપની માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રહી ચૂકેલ રાહુલ શર્મા આ કંપનીના ફાઉન્ડર છે. રિવોલ્ટ મોટર્સ અનુસાર આ દેશની પહેલી ઈલેક્ટ્રિક બાઇક હશે, જે AI અને LTE કનેક્ટેડ હશે અને તેમાં 4G સિમ લાગેલું હશે. આ બાઇકને ઓટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)નું અપ્રૂવલ પણ મળી ગયું છે.


પહેલાં આ બાઇક દિલ્હી-એનસીઆરનાં બજારમાં લોન્ચ કરવામાં આવશે. થોડા સમયમાં દેશના બાકીના શહેરોમાં પણ લોન્ચ કરાશે. છેલ્લા થોડા સમયથી બાઇકનું ટેસ્ટિંગ પણ ચાલતું હતું અને કેમોફ્લેગથી કવર આ બાઇક ઘણીવાર સ્પોટ પણ થઈ ચૂકી છે. નવી બાઇકની ડિઝાઇન સ્પોર્ટી છે, જે યૂથને ટાર્ગેટ કરે છે. તેમાં એલઇડી લાઇટિંગ, મોનોશોક અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ બાઇકની મેટરી અને મોટર વિદેશમાંથી આયાત કરવામાં આવી છે. તેમજ તેની બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક કંન્ટ્રોલ યુનિટ અહીં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ ઈ-બાઇકમાં ખાસ બેટરી સ્વેપિંગ સિસ્ટમ પણ હશે. જેનાથી રેન્જની સમસ્યા સમાપ્ત થશે અને બાઇક લાંબા અંતર સુધી ચલાવી શકાશે. રિવોલ્ટ ઈ-બાઇકની ટોપ સ્પીડ 85 કિમી પ્રતિ કલાક અને ફુલ ચાર્જ થવા પર 156 કિલોમીટર છે, જેનું પ્રમાણપત્ર ARAI દ્વારા લેવામાં આવ્યું છે.


રિવોલ્ટની આ બાઇક માનેસર ફેક્ટરીમાં બનાવવામાં આવશે. આ બાઇકની કિંમત 1.20 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. પહેલાં તબક્કામાં આ બાઇકનાં 1,20,000 યુનિટ્સ બનશે.  25 જૂનથી આ બાઇકનું બુકિંગ શરૂ થશે.