ફીચર / બજાજ પલ્સર 220Fમાં રેડ કલરનાં ગ્રાફિક્સ ઉમેરાયાં, કિંમત વર્તમાન મોડલ જેટલી જ 1.07 લાખ રૂપિયા

Red color graphics added to Bajaj Pulsar 220F, priced at Rs 1.07 lakh just like current model

Divyabhaskar.com

Aug 09, 2019, 11:42 AM IST

ઓટો ડેસ્કઃ બજાજ પ્લસર 220F એક ફ્લેગશિપ અને પ્રીમિયમ બાઇક છે. ભારતમાં આ બાઇક એક દાયકા જૂનું છે. ગ્રાહક પણ આ બાઇક ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. એવામાં ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી બજાજે સમયાંતરે આ બાઇકમાં અનેક ફેરફારો કર્યા છે. હવે કંપની Pulsar 220Fમાં એક નવો કલર લઇને આવી છે.

બજાજે હવે પલ્સર 220Fને નવાં વોલ્કેનિક રેડ કલર ગ્રાફિક્સ સાથે રજૂ કરી છે. જેનાથી બાઇક થોડી ફ્રેશ લાગે છે. નવાં ગ્રાફિક્સ સિવાય બાઇકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આટલું જ નહીં, બાઇકની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વોલ્કેનિક રેડ કલર ગ્રાફિક્સવાળા આ નવાં વેરિઅન્ટની કિંમત તેનાં વર્તમાન મોડલ જેટલી જ 1.07 લાખ રૂપિયા છે. આ બાઇકમાં સિલ્વર ફિનિશવાળાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, સેમી-ડિજિટલ કન્સોલ, 3D પલ્સર લોગો અને ટ્વીન પ્રોજેક્ટરહેડલેમ્પ્સ પણ આપવામાં આવ્યા છે.

બજાજ પલ્સર 220Fમાં 220cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.9hp પાવર અને 18.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ જ એન્જિન કંપની તેની ક્રુઝ બાઇક એવેન્જરમાં પણ ઉપયોગ કરે છે. સિટી રાઇડ અને લોન્ગ રાઇડની દૃષ્ટિએ આ બાઇક ઘણી સારી છે. હાઇ સ્પીડમાં પણ રાઇડરનો આત્મવિશ્વાસ બનેલો રહે છે.

X
Red color graphics added to Bajaj Pulsar 220F, priced at Rs 1.07 lakh just like current model
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી