ઈલેક્ટ્રિક SUV / પેટ્રોલ-ડીઝલથી છૂટકારો અપાવવા માટે આવી ગઈ છે દમદાર ઈલેક્ટ્રિક SUV કાર્સ

Powerful electric SUV cars have come out to get rid of petrol-diesel

Divyabhaskar.com

Aug 12, 2019, 03:40 PM IST

ઓટો ડેસ્ક. અત્યારની પરિસ્થિતિ જોતાં એવું કહી શકાય કે ઈલેક્ટ્રોનિક વ્હીકલ જ ટ્રાન્સપોર્ટેશનનું ભવિષ્ય છે. ઓટોમોબાઈલ નિર્માતા કંપનીઓ હવે પહેલાં કરતાં વધારે ઈલેક્ટ્રોનિક વ્હિકલ્સ ઓફર કરી રહી છે. સમગ્ર વિશ્વના દેશોની સરકાર પણ ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે. જો તમે પણ ઈલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા હો તો જાણો માર્કેટમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રિક SUV વિશે...

MG ZS
આ કારની કિંમત 18.40 લાખ રૂપિયા છે. આ કંપનીની પહેલી ઓલ ઈલેક્ટ્રોનિક કાર છે. કારમાં 44.5kWhની બેટરી આપવામાં આવી છે. કારની રેન્જ 230 કિ.મી છે.

હ્યુન્ડાઈ કોના ઈવી

આ કારની કિંમત 23.71 લાખ રૂપિયા છે. કારમાં 39.2 kWh બેટરી છે. કારની રેન્જ 452km છે.

ઓડી-ઈ ટ્રોન

​​​​​​​આ કારની કિંમત 53 લાખ રૂપિયા છે. કારમાં Q5જેવી સ્ટાઈલિંગ આપવામાં આવી છે. કારમાં બે ઈલેક્ટ્રિક મીટર આપવામાં આવ્યાં છે. 40 મિનિટમાં કારને ફુલ ચાર્જ કરી શકાય છે.

મર્સિડિઝ બેન્ઝ EQC

આ કારની કિંમત 57 લાખ રૂપિયા છે. કારની રેન્જ 420KM છે. કાર 6 સેકન્ડમાં 0થી 100 કિ.મીની સ્પીડ પકડી શકે છે.

X
Powerful electric SUV cars have come out to get rid of petrol-diesel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી