નિયમ / હવે પહેલાં બે હેલ્મેટ ખરીદવાં પડશે, પછી જ બાઇક અને સ્કૂટરનું રજિસ્ટ્રેશન થશે

Now you have to buy two helmets then only your bike and scooter registration will be done

Divyabhaskar.com

Jun 18, 2019, 03:39 PM IST

ઓટો ડેસ્કઃ સરકાર સતત દેશમાં અકસ્માતોને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને હવે નવા નિયમ મુજબ તમારે નવું બાઇક અથવા સ્કૂટર ખરીદતાં પહેલાં બે હેલ્મેટ ખરીદવાનું રહેશે, પછી જ તમે નવાં બાઇક અથવા સ્કૂટર માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. મધ્યપ્રદેશમાં આ નવો નિયમ અમલમાં આવ્યો છે. અહીં રાજ્ય પરિવહન વિભાગે આ આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ હેઠળ ટૂ-વ્હીલરનાં રજિસ્ટ્રેશન પહેલાં ગ્રાહકે ફરજિયાત બે હેલ્મેટ ખરીદવાની રહેશે.


બે હેલ્મેટ ખરીદ્યા બાદ પોતાના વાહનનું રિજિસ્ટ્રેશન કરાવવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રસીદ બતાવવાની રહેશે. જાહેર કરેલા આદેશ મુજબ હેલ્મેટ ખરીદ્યાની રસીદ જોયા વગર કોઈ પણ વાહનનું રજિસ્ટ્રેશન નહીં થાય. આટલું જ નહીં, તમે જે હેલ્મેટ ખરીદ્યું હશે તે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (ISI) માર્કવાળું જ હોવું જોઇએ.


અગાઉ ડિપાર્ટમેન્ટે સંખ્યાબંધ અભિયાન ચલાવ્યાં હતાં. પરંતુ લોકો લોકો હેલ્મેટનો ઉપયોગ નહોતા કરતા તેથી આ નિયમ અમલમાં લાવવો પડ્યો છે. દેશમાં 125cc સુધીની ક્ષમતા ધરાવતી બાઇક અને સ્કૂટરમાં કોમ્બિ બ્રેકિંગ સિસ્ટમ આપવાનું ફરજિયાત બન્યું છે, જ્યારે કે 125cc કરતા વધારે ક્ષમતા ધરાવતી બાઇકમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ફરજિયાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશ રાજ્ય પરિવહન નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો આ નિયમ ખરેખર પ્રશંસાપાત્ર છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ જ નિયમ બાકીના રાજ્યમાં પણ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

X
Now you have to buy two helmets then only your bike and scooter registration will be done
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી