રેલવે / ટ્રેનમાં મળતી દરેક ફૂડ આઇટેમનું મેન્યૂ અને કિંમતનું લિસ્ટ રેલવેએ ઓનલાઇન મૂક્યું, હવે કોઈ વધારે પૈસા વસૂલી નહીં શકે

divyabhaskar.com

May 13, 2019, 06:08 PM IST
Now you can see Railway's of food items and price lists online in application

  • 35 રૂપિયામાં સ્ટાન્ડર્ડ થાળી, 5 રૂપિયામાં ચા મળે છે
  • કોઈ ગરબડ થાય તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો
     

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) ટ્રેનમાં મળતા ખોરાકની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. આ સૂચિમાં દરેક ફૂડ આઇટેમની કિંમત લખેલી છે. એટલે હવે ટ્રેનમાં કોઈપણ તમારી પાસેથી ફૂડની વધુ મેક્સિમમ રિટેલ પ્રાઇસ (MRP) વસૂલી શકશે નહીં. તમે તેની લિંક પણ તમારા મોબાઇલમાં સેવ કરીને રાખી શકો છો, જેથી જ્યારે તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો ત્યારે તમે દરેક ફૂડ આઇટેમ અને તેની સાચી કિંમત ચકાસી શકો.


ગરબડ હોય તો ફરિયાદ કરી શકો
કોઈપણ યાત્રીને ફૂડ આઇટેમ વિશે કોઈ ફરિયાદ અથવા સલાહ આપવી હોય તો તે ઝોનલ રેલવે સાથે ટોલ ફ્રી નંબર 1800-111-321 પર ફોન કરી શકે છે. IRCTCની વેબસાઇટ www.irctc.com દ્વારા પણ ફરિયાદ દાખલ કરી શકાય છે. આ ઉપરાંત, તમે ફરિયાદ પુસ્તકમાં પણ ફરિયાદ લખી શકો છે. આ પુસ્તક પેન્ટ્રી કાર મેનેજર, ટ્રેન સુપરિટેન્ડન્ટ અને ગાર્ડ પાસે હોય છે.


એપ દ્વારા પણ કિંમત જોઈ શકશો
તમે IRCTCની એપ દ્વારા પણ ફૂડ મેન્યૂ અને કિંમત જોઈ શકો છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી 'મેન્યૂ ઓન રેલ' એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપમાં હમસફર એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરંતો વગેરેમાં મળતી ફૂડ આઇટેમ્સનાં મેન્યૂનું આખું લિસ્ટ પણ જોઈ શકાય છે.

X
Now you can see Railway's of food items and price lists online in application
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી