• Home
  • Utility
  • Automobile
  • Now, Hyundai will launch a hydrogen car in the country which will run for 1000km in single charge

અપકમિંગ / હવે દેશમાં હ્યુન્ડાઈ પાણીથી ચાલતી કાર લાવશે, સિંગલ ચાર્જમાં 1000 કિમી ચાલશે

Now, Hyundai will launch a hydrogen car in the country which will run for 1000km in single charge

Divyabhaskar.com

Jul 11, 2019, 03:36 PM IST

ઓટો ડેસ્કઃ દેશની પ્રથમ ઈલેક્ટ્રિક કાર હ્યુન્ડાઈ કોના લોન્ચ કર્યાં બાદ કંપની હવે એડવાન્સ ટેક્નોલોજીવાળી કાર લોન્ચ કરવાની તૈયારીમાં જોડાઈ ગઈ છે. હ્યુન્ડાઈ ગ્રીન મોબિલિટીમાં એક પગલું આગળ માંડતા દેશની પ્રથમ હાઈડ્રોજન એટલે કે પાણીથી ચાલનારી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.


જો હ્યુન્ડાઈ આ કારને લોન્ચ કરશે તો આ દેશની પહેલી હાઈડ્રોજનથી ચાલનારી કાર હશે. હાઈડ્રોજનથી ચાલતી કાર નેક્સો લોન્ચ કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હ્યુન્ડાઈએ તાજેતરમાં જ 9 જુલાઈના રોજ દેશની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક એસયુવી કોના લોન્ચ કરી છે. 25.3 લાખ કિંમત ધરાવતી આ કાર સિંગલ ચાર્જમાં 450 કિમી સુધીનું અંતર કાપી શકે છે.


કંપનીનાં જણાવ્યાં અનુસાર, હાઇડ્રોજનથી ચાલનારી કાર નેક્સો પહેલેથી કોરિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને તેને 2021 સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ માટે દિલ્હી-NCRમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવાની છે.


હાલ હ્યુન્ડાઈ સિવાય કોઈ બીજી કાર કંપનીએ હાઇડ્રોજનથી ચાલતી ફ્યુઅલ-સેલ કાર્સ બનાવવાની કે લોન્ચ કરવાની કોઈ જાહેરાત કરી નથી. જાપાનીઝ કાર કંપની ટોયોટાએ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ કારમાં રસ દાખવ્યો છે. પરંતુ અત્યારે તેનું ફોકસ ઓછી કિંમત ધરાવતી ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ ટેક્નોલોજીવાળી કાર લોન્ચ કરવા પર છે. જ્યારે ટાટા મોટર્સે પણ ફ્યુઅલથી ચાલનારી બસો બનાવવામાં રસ દાખવ્યો છે.


હાઇડ્રોજન નેક્સોમાં પાંચ દરવાજા હશે અને આ ફાઇવ સીટર સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ હશે અને સાઇઝમાં આ દેશની બેસ્ટ સેલિંગ મિડ સાઇઝ એસયુવી ક્રેટાથી લાંબી હશે. નેક્સોનાં ગ્લોબલ વર્ઝનમાં 120kWની મોટર લાગેલી હશે, જે 163PS પાવર આપશે. આ કારની ફ્યુઅલ ટેન્કમાં 163 લિટર હાઇડ્રોજન ભરી શકાશે.


કોનાની સરખામણીએ નેક્સોની ડ્રાઇવિંગ રેન્જ બહુ સારી છે. પેટ્રોલથી ચાલનારી એસયુવીની સરખામણીએ કોનાની ડ્રાઇવિંગ રેન્જ વધુ છે. નેક્સોની કોરિયામાં ડ્રાઇવિંગ રેન્જ 800 કિમી સુધી છે. પરંતુ ભારતમાં આ 1000 કિમી સિધી હશે. ભારત સરકારે પણ હાઇડ્રોજનથી ચાલતી ગાડીઓ પ્રમોટ કરવા માટે સકારાત્મક વલણ બતાવ્યું છે. GST કાઉન્સિલે પણ GST રેટ 28%થી ઘટાડીને 12% કરી દીધો છે.


હાઇડ્રોજન માત્ર રંગહીન અને ગંધહીન ગેસ નથી, પરંતુ તે બળે ત્યારે ઓછી જ્યોત છોડે છે. હ્યુન્ડાઇની યોજના છે કે કિઆ મોટર્સ સાથે મળીને વિશ્વમાં ઇલેક્ટ્રિક અને હાઈડ્રોજનવાળી ઓછામાં ઓછી 18 ઈકો ફ્રેન્ડલી કાર લોન્ચ કરવામાં આવે. ઇલેક્ટ્રિક વાહનોની રેન્જ વધારવા માટે ફ્યુઅલ સેલ ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

X
Now, Hyundai will launch a hydrogen car in the country which will run for 1000km in single charge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી