• Home
  • Automobile
  • Next Generation Honda City will have a 1.5 liter BS 6 engine, cost 972 lakh to 14.07 lakh

અપકમિંગ / નેક્સ્ટ જનરેશન હોન્ડા સિટીમાં 1.5 લિટર બીએસ-6 એન્જિન મળશે, કિંમત 9.72 લાખથી 14.07 લાખ રૂપિયા

Next Generation Honda City will have a 1.5 liter BS-6 engine, cost 972 lakh to 14.07 lakh

divyabhaskar.com

May 15, 2019, 04:45 PM IST

ઓટો ડેસ્કઃ આવતા વર્ષે એપ્રિલ 2020થી અમલી થતા નવાં ઉત્સર્જન ધોરણોને ધ્યાનમાં રાખીને કાર કંપનીઓ પોતાની કારમાં બીએસ-6 એન્જિન લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે મારુતિએ પોતાની બે કાર બીએસ-6 એન્જિન સાથે લોન્ચ પણ કરી દીધી છે અને હવે હોન્ડા સિટી પણ તેની કારમાં બીએસ-6 એન્જિન લોન્ચ કરશે.


કાર્સ મોંઘી થઈ જશે
તાજેતરમાં જ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ ઉત્પાદક મારુતિએ જાહેરાત કરી છે કે તે એપ્રિલ 2020 થી તેની કારમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કરશે નહીં. ટાટા મોટર્સ અને હ્યુન્ડાઇ પણ ડીઝલ એન્જિનની કાર બંધ કરવા તૈયાર છે. તેનું કારણ એ છે કે ડીઝલ એન્જિનોને બીએસ-4થી બીએસ-6માં અપગ્રેડ કરવામાં ભારે ખર્ચ આવે છે, જેનાથી કારની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો થાય એવું છે.


હોન્ડા બનાવશે બીએસ-6 ડીઝલ એન્જિન
વર્ષ 2020માં હોન્ડા સિટી બીએસ-6 એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે, જેમાં 1.5 લિટર ડીઝલ એન્જિન હશે. હોન્ડા અગાઉ જ જાહેરાત કરી ચૂકી છે કે તે પોતાની કારમાં ડીઝલ એન્જિન લગાવવાનું ચાલુ રાખશે. હોન્ડા પોતાની કાર્સને નવાં એન્જિન સાથે આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાનું શરૂ કરશે.


કિંમત 9.72 લાખથી લઇને 14.07 લાખ રૂપિયાની વચ્ચે
નેક્સ્ટ જનરેશન હોન્ડા સિટી વર્ષ 2020ના પહેલાં ત્રણ મહિનામાં લોન્ચ કરી શકાય છે. આ કારનું ડેબ્યૂ ઓટો એક્સ્પોમાં હશે. તેમાં 1.5 લિટર iVTEC પેટ્રોલ અને 1.5 લિટર iDTEC બીએસ-6 એન્જિન મળશે. થોડા સમય પછી તેને હાઇબ્રિડ સિસ્ટમ સાથે પણ લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ જનરેશન હોન્ડા સિટીની ટક્કર હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ સિઆઝ સાથે થશે અને આ કાર વર્તમાન મોડલથી વધુ મોંઘી હશે. આ કારની કિંમત 9.72 લાખથી 14.07 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

X
Next Generation Honda City will have a 1.5 liter BS-6 engine, cost 972 lakh to 14.07 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી