સુપરબાઇક / કાવાસાકી નિન્જા ZX10Rનું નવું મોડેલ લોન્ચ, એક્સ-શોરૂમ કિંમત 13.99 લાખ રૂપિયા

Kawasaki Nina ZX10R launches new model, X-Showroom cost 13.99 lakh rupees
X
Kawasaki Nina ZX10R launches new model, X-Showroom cost 13.99 lakh rupees

  • ભારતમાં આ સુપરબાઇકની ટક્કર suzuki hayabusa અને Honda CBR 1000RR સાથે થશે
  • 1.5 લાખ રૂપિયામાં આ બાઇકનું પ્રિ-બુકિંગ ચાલી રહ્યું  છે, જે 30 મે સુધી ચાલુ રહેશે

Divyabhaskar.com

May 18, 2019, 03:17 PM IST

ઑટો ડેસ્ક. કાવાસાકીએ ભારતીય બજારમાં નિન્જા ZX-10Rનું નવું મોડેલ લોન્ચ કર્યું છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 13.99 લાખ રૂપિયા છે. જૂના મોડલની તુલનાએ આ બાઇકની કિંમત રૂપિયા 1.2 લાખ વધુ છે. જાપાની બાઈક નિર્માતાએ આ બાઇકને પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનાવ્યું છે. તેમાં લિટર-ક્લાસ સુપરસ્પોર્ટ સુધારેલી મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, જૂના મોડેલનાં કેટલાંક યુનિટ વેચશે પછી તેને બંધ કરશે.

1

આ વર્ષે જૂનમાં બાઈકની ડિલિવરી થશે

આ વર્ષે જૂનમાં બાઈકની ડિલિવરી થશે

કાવાસાકીએ નીન્જા ZX-10Rનું પ્રિ-બુકિંગ પહેલેથી શરૂ કર્યું હતું. ગ્રાહકો 1.5 લાખ રૂપિયા આપીને આ બાઇક બુક કરાવી રહ્યા છે, તેનું પ્રી બુકિંગ 30 મે, 2019 સુધી ચાલુ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, આ બાઇકની ડિલિવરી આ વર્ષે જૂનમાં શરૂ થઈ જશે. ભારતીય બજારમાં લિટર-ક્લાસ કેટેગરીની નીન્જા ZX-10R પણ સૌથી વધુ અફોર્ડેબલ બાઇક છે. આ કેટેગરીમાં હોન્ડા CBR1000RR ની કિંમત રૂપિયા 16.41 લાખ છે, તો બીએમડબ્લ્યુ S1000RRની કિંમત 18.05 લાખ છે.

2

એન્જિન ડિટેઇલ્સ

એન્જિન ડિટેઇલ્સ

2019 Kawasaki Ninja ZX-10Rમાં 998ccનું ઈન લાઇન ફોર સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન બેસાડવામાં આવ્યું છે, જે 200 bhp પાવર અને 114.9Nm ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ હશે. ભારતમાં આ સુપરબાઇકની ટક્કર suzuki hayabusa અને Honda CBR 1000RR સાથે થશે.

3

નિન્જા ZX-10Rનાં સ્પેસિફિકેશન્સ

નિન્જા ZX-10Rનાં સ્પેસિફિકેશન્સ
એન્જિન 998cc
સિલિન્ડર 4
પાવર 203PS પર 13500rpm
ટોર્ક 114.9 Nm પર 11200 rpm
ટોપ સ્પીડ 300Kmph
ફ્યૂઅલ પેટ્રોલ
ABS ડ્યૂઅલ ચેનલ
ટેક્નોમીટર જિડિટલ
હેડલેમ્પસ LED
માઈલેજ

12Kmpl

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી