અપકમિંગ / મિશેલિન એરલેસ ટાયર લાવી રહી છે, હવે પંક્ચર પડવાનો ડર નહીં રહે

Michelin will launch Airless tires soon

Divyabhaskar.com

Jun 08, 2019, 05:39 PM IST

ઓટો ડેસ્કઃ કાર હોય કે બાઇક, ડ્રાઇવિંગના સમયે સૌથી વધુ ડર ટાયરમાં ગમે તે સમયે પંક્ચર પડવાનો રહે છે. જો કે, હવે માર્કેટમાં ટ્યૂબલેસ ટાયર આવી ગયા છે, જે પંક્ચર થયું હોવા છતાં લાંબુ અંતર કાપવામાં સક્ષમ છે. પરંતુ દુનિયાની લોકપ્રિય ટાયર નિર્માતા કંપની મિશેલિન એક એરલેસ ટાયર લઇને આવી રહી છે. આ ટાયરમાં હવા નહીં ભરી શકાય, જેના કારણે આ ટાયરમાં પંક્ચર થવાનો ડર પણ નહીં રહે.


મિશેલિન અને જનરલ મોટર્સે મળીને એક એરલેસ ટાયરનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. તેને Uptis (યુનિટ પંક્ચરપ્રુફ ટાયર સિસ્ટમ) નામ આપવામાં આવ્યું છે. કંપની આ ટાયરનો પ્રયોગ ભવિષ્યમાં આવનારી ગાડીઓમાં કરશે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ટાયર વર્ષ 2024 સુધી માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવશે. અત્યારે કંપની આ ટાયર પર કામ કરી રહી છે.


મિશેલિન અને જનરલ મોટર્સે આ ટાયરનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ટાયર શેવરોલે બોલ્ટ ઈલેક્ટ્રિક કારમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ દુનિયાની સૌપ્રથમ કાર હશે જેમાં આ ટાયરનો પ્રયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર મિશેલિન છેલ્લાં 5 વર્ષોથી કામ કરી રહી છે.


આ ટાયરમાં એ પ્રકારના મટીરિયલનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે પ્રેશર પડવા પર ફ્લેક્સિબલ થઈ શકે છે અને વધુ ભાર સહન કરવાની ક્ષમતા રાખે છે. આ ટાયરને આજના સમયના આધુનિક વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય આ ટાયર માટે કોઈપણ પ્રકારની જાળવણીની જરૂર નહીં રહે. તેથી, આ ટાયરનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે.

X
Michelin will launch Airless tires soon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી