અપકમિંગ / મારુતિ સુઝુકી 2020માં ટૂંક સમયમાં Jimny SUV લોન્ચ કરશે, કિંમત ₹5 લાખથી શરૂ

Maruti Suzuki to launch Jimny SUV soon in 2020, starting at ₹ 5 lakh

Divyabhaskar.com

Aug 13, 2019, 07:18 PM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર્સે ભારતમાં પોતાની દમદાર SUV જિમ્ની લોન્ચ કરવાની તૈયારીમા છે. આ વર્ષ 2020માં ભારતીય માર્કેટમાં રજૂ કરવામાં આવી શકે છે. મારુતિ સુઝુકી ફેબ્રુઆરીમાં યોજાનાર ઓટો એક્સ્પોમાં આ દમદાર એસયૂવી લોન્ચ કરી શકે છે. જિપ્સી એસયૂવીને રિપ્લેસ કરીને કંપની ભારતમાં જિમ્ની એસયૂવી લોન્ચ કરી રહી છે. જાપાનમાં નવી સુઝુકી જિમ્ની ગત વર્ષે લોન્ચ કરી હતી, ત્યારથી ભારતીય માર્કેટમાં તેની રાહ જોવાઈ રહી છે.

હકીકતમાં Nikkeiના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સુઝુકી ભારતમાં આગામી નાણાકીય વર્ષમાં નાની એસયૂવી લોન્ચ કરશે. જાપાનમાં ઉપલબ્ધ ચોથી જનરેશન સુઝુકી જિમ્ની અટ્રેક્ટિવ અને દમદાર દેખાય છે. તે લેડર ફ્રેમ ચેસિસ પર આધારિત 4 વ્હીલ ડ્રાઈવ એસયૂવી છે.

સુઝુકી જિમ્ની ઓફ-રોડ એસયૂવી છે, જેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે છે. તેમાં આપવામાં આવેલ રાઉન્ડ હેડલેમ્પ અને ફોગ લેમ્પ્સ એસયૂવીનો લુક જોરદાર બનાવે છે. ભારતીય માર્કેટમાં લોન્ચ થનારી જિમ્નીમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ડ્યૂઅલ સેન્સર બ્રેક સપોર્ટ જેવાં પ્રીમિયમ ફીચર્સ જોવા મળશે.

એન્જિન

ભારતમાં સુઝુકી જિમ્નીને 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે જે, મારુતિ સુઝુકીની સ્વિફ્ટ અને ડિઝાયર સહિત અન્ય કાર્સમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત આ નાની એસયૂવીમાં કંપની અલ્ટો K10માં આવતા 1 લીટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન પણ મળશે. જિમ્નીનું એન્જિન BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ હશે. આ એસયૂવી ડીઝલ એન્જિન સાથે નહીં આવે.

બંધ થઈ ગઈ જિપ્સી

નવા સેફ્ટી નોર્મ્સના અનુરૂપ ન હોવાને કારણે મારુતિ જિપ્સી હવે બંધ થઈ ગઈ છે. જો કે, નવી જિમ્ની ચોથી જનરેશની SUV છે અને ભારતના તમામ સેફ્ટી નોર્મ્સ પર તે યોગ્ય સાબિત થઈ છે. ભારતીય માર્કેટમાં લોન્ચ થનારી સુઝુકી જિમ્નીની કિંમત 5 લાખથી 7 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

X
Maruti Suzuki to launch Jimny SUV soon in 2020, starting at ₹ 5 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી