અપકમિંગ / મારુતિ સુઝુકી 6 સીટર પ્રીમિયમ કાર માર્કેટમાં લાવશે, 21 ઓગષ્ટે લોન્ચ થઈ શકે

Maruti Suzuki to launch its 6-seater premium car market, likely to be launched on August 21

Divyabhaskar.com

Jul 11, 2019, 04:53 PM IST

ઓટો ડેસ્ક. ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી આગામી સમયમાં 6 સીટર MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) માર્કેટમાં ઊતારવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ પ્રીમિયમ કાર હશે. જેનું વેચાણ નેક્સા શોરૂમ પરથી થશે. કંપની 21 ઓગષ્ટે આ કાર લોન્ચ કરી શકે છે.

ડેશબોર્ડ અને એન્જિન

  • રિપોર્ટસ મુજબ નવી એમપીવી કંપનીના હાર્ટેક્સ પ્લેટફોર્મના અર્ટિગા વર્ઝન પર આધારિત હશે, જેમાં ત્રણ લાઈનમાં 6 સીટ હશે.
  • આ કારમાં લક્ઝરી ઈન્ટિરિઅર જોવા મળી શકે છે. પ્રીમિયમ ડેશબોર્ડ લેઆઉટ પણ હશે. તેમાં કમ્ફર્ટ અને સેફ્ટી ફીચર્સનું લિસ્ટ પણ લાંબુ હોઈ શકે છે. તેની ડિઝાઈન અર્ટિગા જેવી હશે.
  • આ કારમાં K15B 1.5 પેટ્રોલ એન્જિન હશે. અગાઉ કંપનીએ આ એન્જિન સિયાઝ અને અર્ટિગામાં લગાવ્યું હતું. આ એન્જિન 104PS પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે.
  • આ કારનું એન્જિન ભારતમાં લાગુ થનારા બીએસ-6 (ભારત સ્ટાન્ડર્ડ-6) નોર્મસને ફોલો કરશે. કારની પ્રારંભિક કિંમત અંદાજે રૂપિયા 9 લાખની આસપાસ હોઈ શકે છે.
X
Maruti Suzuki to launch its 6-seater premium car market, likely to be launched on August 21
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી