કેમ્પ / મારુતિ સુઝુકીએ ફ્લીટ અને ટેક્સી માલિકો માટે સર્વિસ કેમ્પ લોન્ચ કર્યો

Maruti Suzuki launches service camp for fleet and taxi owners

Divyabhaskar.com

May 15, 2019, 04:12 PM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકીએ ટૅક્સી ક્વોટાના માલિકો માટે સર્વિસ કેમ્પ ગોઠવવાની જાહેરાત કરી છે. આ સર્વિસ કેમ્પ આજેથી દેશમાં તમામ મારુતિ સુઝુકી વર્કશોપ પર શરૂ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, ટેક્સી માલિકોના વાહનો વધુ ચાલે છે અને તેથી તેમના વાહનોને સતત સર્વિસ કરવી ખૂબ જરૂરી હોય છે.

આ ઝુંબેશ દરમિયાન ટેક્સી ડ્રાઇવરોની મુખ્ય સમસ્યાઓને ઉકેલવાનો કંપનીએ લક્ષ્યાંક રાખ્યો છે. મારુતિ સુઝુકીએ ફ્લીટ કેબ માલિકોને ભલામણ કરી છે કે,તેઓ નજીકનાં મારુતિ સુઝુકી સેવા કેન્દ્ર ખાતે આવે અને વાહન મફતમાં ચેક અપ કરાવી અન્ય લાભ મેળવી શકે.

આ મફત અને વિસ્તૃત વાહન ચેકઅપ કેમ્પમાં કારનાં એસી, બ્રેક્સ, ક્લચ, સસ્પેન્શન અને કારની બેટરી તપાસવામાં આવશે. આ ઉપરાંત, ઉનાળામાં રજાનો ગાળો ચાલી રહ્યો છે જેથી જૂન અને જુલાઇ મહિનામાં તમામ ટેક્સી ડ્રાઇવરો અને માલિકોના વાહનો સારી સ્થિતિમાં રહે તે માટે આ કેમ્પમાં સામેલ થવું જરૂરી છે. આ કેમ્પની શરૂઆત કંપનીએ ગયા વર્ષે શરૂ થઈ હતી. આ કેમ્પ દરમિયાન 48,000 વાહનોની તપાસ કરવામાં આવી.

X
Maruti Suzuki launches service camp for fleet and taxi owners
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી