ન્યૂ લોન્ચ / મારુતિ સુઝુકીએ BS-6 માન્ય અર્ટિગા કાર લોન્ચ કરી, પ્રારંભિક કિંમત ₹7.55 લાખ

Maruti Suzuki launches BS-6 approved Ertiga car, starting price ₹ 7.55 lakh

Divyabhaskar.com

Aug 09, 2019, 12:00 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પોતાના પોર્ટફોલિયોને વધારતા હવે થર્ડ જનરેશન અર્ટિગાને BS-6 માન્ય એન્જિનમાં લોન્ચ કરી દીધી છે. મારુતિએ 7 મહિના પહેલાં જ નેક્સ્ટ જનરેશન અર્ટિગા પેટ્રોલ લોન્ચ કરી હતી. અત્યારે ભારતમાં આ કંપનીની Alto, WagonR, Swift, Baleno અને Dzire વગેરે ગાડીઓ જ BS-6 માન્ય એન્જિનમાં આવે છે.

BS-6 માન્ય એન્જિનમાં આવનારી મારુતિ સુઝુકી અર્ટિગા છઠ્ઠી કાર છે. BS-6 એન્જિનમાં આવવાને કારણે હવે અર્ટિગામાં નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) ઉત્સર્જનમાં આશરે 25%નો ઘટાડો થશે.

BS-6 નેક્સ્ટ જનરેશન અર્ટિગા પેટ્રોલની એક્સ શો રૂમ કિંમત 7.55 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં K15B 1.5 પેટ્રોલ એન્જિન લાગેલું છે, જે 104PS પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. અર્ટિગાને કંપનીએ તેના લેટેસ્ટ પ્લેટફોર્મ Heartect પર બનાવી છે, જે વજનમાં હળવી હોવાની સાથે મજબૂત પણ છે.

X
Maruti Suzuki launches BS-6 approved Ertiga car, starting price ₹ 7.55 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી