• Home
  • Automobile
  • Mahindra's most popular SUV Scorpio will be launching new generation, spotting during testing

ટેસ્ટિંગ / મહિન્દ્રાની મોસ્ટ પોપ્યુલર SUV સ્કોર્પિયો ન્યૂ જનરેશન લોન્ચ થશે, ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ

Divyabhaskar.com

May 14, 2019, 02:40 PM IST
Mahindra's most popular SUV Scorpio will be launching new generation, spotting during testing
X
Mahindra's most popular SUV Scorpio will be launching new generation, spotting during testing

  • મહિન્દ્રાએ ન્યૂ જનરેશન એસયુવીને Z101 કોડનેમ આપ્યું છે
  • આ એસયુવીમાં 2.0-લિટર ડીઝલ એન્જિન લગાવેલું હશે
  • નવી સ્કોર્પિયોનું એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ થશે

ઓટો ડેસ્ક. મહિન્દ્રા સ્કોર્પિયો સૌથી વધુ વેચાણ ધરાવતી મહિન્દ્રાની સફળ કાર પૈકીની એક છે. માર્કેટમાં કોમ્પેક્ટ એસયુવીની બોલબાલા છતાં આ એસયુવી સારી પેઠે વેચાઈ રહી છે. હાલમાં તેની ત્રીજી જનરેશન માર્કેટમાં છે અને હવે 'મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા' ન્યૂ જનરેશન સ્કોર્પિયો માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ એસયુવી તાજેતરમાં જ ટેસ્ટિંગ સમયે સ્પોટ થઈ હતી. આ કાર સંપૂર્ણપણે કેમ્યૂફ્લેઝ સ્ટિકર્સથી ઢાંકેલી હતી. મહિન્દ્રા ન્યૂ જનરેશન એસયુવીને Z101 કોડનેમ આપવામાં આવ્યું છે, જે એસયુવીમાં બનાવેલી ડિઝાઇન અને તકનીકી ફેરફારો વિશેની માહિતી પુરી પાડે છે.

નેક્સ્ટ જનરેશન સ્કોર્પિયો પેટ્રોલ એન્જિન સાથે પણ લોન્ચ થાય તેવી શક્યતા

1.

મહિન્દ્રા સ્કોર્પિયોની ન્યૂ જનરેશન ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફારો નથી,  છતાં એસયુવી પહેલાં કરતાં વધુ આકર્ષક લાગે છે. નવી સ્કોર્પિયોનું રૂફ નીચે હોવા ઉપરાંત, એસયુવીનો આકાર અને આગળનાં ભાગે થયેલા ફેરફારો નોંધપાત્ર છે. કારના હૂડમાં કોઈ ફેરફાર થયો નથી. એસયુવીના નવા સંસ્કરણમાં મહિન્દ્રાની સ્લેટેડ ગ્રીલ ઇન્સ્ટોલ કરવામાં આવશે. નવા સ્પાય શોટ્સમાં નેક્સ્ટ જનરેશન સ્કોર્પિયો, ફ્લેયર્ડ વ્હીલ આર્ક્સ અને થોડા ફેરફાર સાથે લાઇટવેઇટ વિન્ડશિલ્ડ શામેલ થશે.

2.

ન્યૂ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો લેડર ઓન ફ્રેમ ચેસિસ પર બનાવવામાં આવી છે. જૂના મોડલ કરતાં કાર સારી સ્થિરતા ધરાવે છે. એક અંદાજ મુજબ આ એસયુવીમાં 2.0-લિટર ડીઝલ એન્જિન લગાવેલું હશે. આ એન્જિન 158bhp પાવર જનરેટ કરશે જે અગાઉના મોડેલ કરતાં 20bhp વધુ પાવર આપે છે. કંપની આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પમાં બનાવશે. આગામી બીએસ-6 નિયમોનું પાલન કરતાં મહિન્દ્રા નેક્સ્ટ જનરેસન સ્કોર્પિયો પેટ્રોલ એન્જિન સાથે પણ લોન્ચ કરવાની છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી