અપકમિંગ / મહિન્દ્રા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર લાવશે, ઈન્ડિન માર્કેટ માટે અલગ રીતે વિકસાવામાં આવશે

Mahindra will bring electric two-wheelers, developed separately for the Indian market

Divyabhaskar.com

Aug 12, 2019, 11:37 AM IST

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં જ ત્રણ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે સમાચાર છે કે મહિન્દ્રા દેશમાં ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર લાવવાની પણ તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કંપની આ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખાસ કરીને ઈન્ડિયન માર્કેટ માટે અલગ રીતે ડેવલપ કરશે. તેનું મેન્યુફેક્ચરિંગ પણ દેશમાં જ કરવામાં આવશે એવી ધારણા છે. અમેરિકન માર્કેટમાં મહિન્દ્રાનું Genze 2.0 નામનું ઈલેક્ટ્રિક સ્કૂટર ચાલે છે.

Genze 2.0 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં પણ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું. ત્યારબાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કંપની આ સ્કૂટર હવે ઈન્ડિયન માર્કેટમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, Genzeને અમેરિકન માર્કેટ માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેની કિંમત અથર 340 ઈલેક્ટ્રિક સ્કૂટર કરતાં પણ બમણી છે. તેથી, આ સ્કૂટર ઈન્ડિયન માર્કેટ પ્રમાણે ઉપયોગી નથી. આ કારણોસર કંપની ભારત માટે ખાસ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ડેવલપ કરશે.

Genzeની રેન્જ 50 કિલોમીટર
અમેરિકન માર્કેટમાં ઉપલબ્ધ Genze 2.0 ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 1.6 kWh લિથિયમ આયર્ન બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જ થવા પર આ સ્કૂટર 50 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક 45 કિલોમીટર છે. આ સ્કૂટર ફૂલ ચાર્જ થવામાં 3.5 કલાકનો સમય લે છે. આ સ્માર્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. તેનાં વિવિધ ફીચર્સનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોન સાથે કેક્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

X
Mahindra will bring electric two-wheelers, developed separately for the Indian market
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી