વિદાય / મહિન્દ્રાએ Thar ના જૂના વેરિઅન્ટનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો

Mahindra decided to stop the production of old variants of Thar

  • મહિન્દ્રા Thar નું DI વેરિઅન્ટ નવા સેફ્ટી નોર્મ્સમાં ફીટ બેસતું ન હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો
  • ભારતમાં આગામી 1 એપ્રિલ, 2020થી નવા સેફ્ટી નોર્મ્સ લાગુ થવાના છે

Divyabhaskar.com

Jun 12, 2019, 11:55 AM IST

ઓટો ડેસ્ક. મહિન્દ્રાએ Thar ના DI વેરિઅન્ટનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે, ભારતમાં આગામી સમયમાં લાગુ થનારા સેફ્ટી નોર્મ્સ મુજબ આ વેરિઅન્ટને અપગ્રેડ કરવું મુશ્કેલ અને તેનો ખર્ચ વધી જાય તેમ છે.

Mahindra Thar ઓટો માર્કેટમાં છેલ્લાં નવ વર્ષથી ઉપલબ્ધ છે. આટલા વર્ષોમાં પણ આ SUVમાં ખૂબ ઓછા ફેરફાર જોવા મળ્યા હતા. કેટલાંક બેઝિક ફીચર્સ એબીએસ અને એસી આ કારમાં કંપનીઓ આપ્યા છે. તેના સિવાય મહિન્દ્રા થારમાં રગ્ડ એન્જિન સાથે રગ્ડ ડિઝાઈન અને ગિયરબોક્સ ઉપલબ્ધ હતું.

આ SUV 2.5- લીટર DI ડીઝલ એન્જીન સાથે આવતી હતી, જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ટ્રાન્સમિશન આપ્યું હતું. Mahindra Thar DI અત્યારસુધી રિઅર વ્હીલ ડ્રાઈવ સાથે 4 વ્હીલ ડ્રાઈવ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હતી. આ કારમાં કમ્ફર્ટના ખાસ ફીચર્સ ઉપલબ્ધ નહોતા. કારમાં પાવર સ્ટિયરિંગ પણ નહોતું.
જોકે, કેટલાંક કસ્ટમર્સ Thar DIનાં બેઝિક બેયર નેચર અને રગ્ડ પર્ફોર્મન્સ માટે પસંદ કરતા હતા. બીજી હકીકત એ પણ હતી તે ટોપ CRDe વેરિઅન્ટની સરખામણીએ ખૂબ સસ્તી પણ હતી. હવે આગામી સમયમાં લાગુ થનારા સેફ્ટી નોર્મસ બીએસ-6ના કારણે હવે આ કારને વિદાય આપવાનો સમય આવી ગયો છે.

નવા નિયમ મુજબ ભારતમાં 1 જુલાઈ, 2019 સુધીમાં નવી આવનાર કોઈપણ કારમાં સ્પીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સીટબેલ્ટ વોર્નિંગ, ડ્રાયવર એરબેગ અને એબીએસ હોવાં જરૂરી છે. ટોપ વેરિઅન્ટ CRDe માં પહેલાથી જ ડ્રાયવર એરબેગ અને એબીએસ ઉપલબ્ધ છે. જેથી તેને નવા સેફ્ટી નોર્મ્સ મુજબ અપગ્રેડ કરવી સરળ છે. સાથે તેમાં ટર્બો ચાર્જડ CRDe ડીઝલ એન્જિન હોવાથી વધુ પાવર પણ જનરેટ કરે છે.

જોકે આ બધું ધ્યાનમાં લીધા પછી પણ CRDe મોડલ આગામી 1 એપ્રિલ, 2020થી ભારતમાં લાગુ થનારા BS-VI એમિશન નોર્મ્સ મુજબ યોગ્ય નથી ઠરતી. જેથી નવા નિયમો લાગુ થતાં પહેલાં કંપની આગામી Tharને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી થાર આગામી ઓટો એક્સ્પો 2020માં પ્રસ્તુત થાય તેની શક્યતા છે. આ પહેલાં ટેસ્ટિંગ સમયે નવી થાર સ્પોટ થઈ હતી.

X
Mahindra decided to stop the production of old variants of Thar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી