• Home
  • Automobile
  • Leading companies stopped production due to declining sales of passenger vehicles, having the lowest growth rate in 18 years

ફટકો / પેસેન્જર વાહનોનું વેચાણ ઘટતાં અગ્રણી કંપનીઓએ ઉત્પાદન અટકાવ્યું, 18 વર્ષમાં સૌથી નીચો વૃદ્ધિ દર રહ્યો

Divyabhaskar.com

Jun 12, 2019, 01:16 PM IST
Leading companies stopped production due to declining sales of passenger vehicles, having the lowest growth rate in 18 years

ઓટો ડેસ્ક. નાણાંકીય કટોકટી, સ્લો ડાઉનના કારણે પેસેન્જર વાહનોનો વેચાણ ગ્રોથ 18 વર્ષમાં સૌથી નીચો રહ્યો છે. મે મહિનામાં વેચાણ 20 ટકા સુધી ઘટ્યું હતું વેચાણ ઘટવા સાથે હવે દિગ્ગજ ઓટો ઉત્પાદક કંપનીઓએ પણ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો કર્યો છે. આ પહેલાં ઉત્પાદિત થયેલી 35 હજાર કરોડની કાર્સ વેચાણ માટે રાહ જોઈ રહી છે.

પેસેન્જર વ્હિકલનું વેચાણ સતત ઘટીને મે મહિનામાં માત્ર 239347 યુનિટ નોંધાયું છે, જે ગતવર્ષે આ સમયગાળામાં 301238 યુનિટ હતું. ગતવર્ષે ઓક્ટોબરને બાદ કરતા તમામ મહિનાઓમાં વેચાણ ઘટ્યું છે. ઓક્ટોબરમાં વેચાણ 1.55 ટકા વધ્યું હતું. સપ્ટેમ્બર 2001 પછી સૌથી ખરાબ વેચાણ ગ્રોથ 21.91 ટકા નેગેટિવ રહ્યો છે.

સિયામ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ મે મહિનામાં ટુ વ્હીલર્સ અને કોમર્શિયલ વાહનો સહિતના તમામ મુખ્ય સેગમેન્ટમાં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. સ્થાનિક કારનું વેચાણ 26.03 ટકા ઘટીને 147546 (199479) યુનિટ રહ્યું હતું. ગયા મહિને મોટરસાઇકલ વેચાણ 4.89 ટકા ઘટીને 1162373 (1222164) યુનિટ,કુલ ટુ-વ્હીલરનું વેચાણ 6.73 ટકા ઘટીને 1726206 (1850698) યુનિટ હતું.

અનેક મોટી કાર ઉત્પાદક કંપનીએ જેવી કે મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને ટાટા મોટર્સે પણ જૂના સ્ટોકને વેચવા માટે નવા વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ કંપનીઓએ તો જૂન મહિનામાં પ્લાન્ટના શટડાઉનની જાહેરાત પણ કરી દીધી છે, તો કેટલીક કંપનીઓ આગામી મહિને શટડાઉનની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે.

X
Leading companies stopped production due to declining sales of passenger vehicles, having the lowest growth rate in 18 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી