• Home
  • Automobile
  • kia SP2i Concept-based compact SUV launch, will be launched soon

સ્ક્રેચ રિલીઝ / કીઆ SP2i કોન્સેપ્ટ આધારિત કોમ્પેક્ટ SUV નો સ્કેચ જારી, ટૂંક સમયમાં જ લોન્ચ થશે

Divyabhaskar.com

May 16, 2019, 05:00 PM IST
kia SP2i Concept-based compact SUV launch, will be launched soon
X
kia SP2i Concept-based compact SUV launch, will be launched soon

  • હ્યૂન્ડાઈ ક્રેટામાં આપેલું એન્જિન 1.6-લિટર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટ કીઆ SP2i માં મળશે
  • માર્કેટમાં આ કારની હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા હેરિયર, જીપ કંપાસ અને એમજી હેક્ટર સાથે થવાની છે
  • આ કોમ્પેક્ટ એસયુવીની કિંમત રૂપિયા 12થી 16 લાખની વચ્ચે રહેશે 

ઓટો ડેસ્ક. કોરિયન ઓટોમેકર કંપની 'કીઆ મોટર્સ' ભારતમાં આ વર્ષનાં મધ્યમાં કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ તેની નવી કારનો સ્કેચ રિલીઝ કર્યો છે. કીઆ SP2i કોન્સેપ્ટ 2018 ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. કંપનીએ આ કારના લોન્ચિંગ માટે વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું છે. 

આ કારની સફળતા પછી જ કંપની તેની અન્ય પ્રોડક્ટ ભારતમાં લાવશે

1.

કારની વાત કરીએ તો કંપનીએ SP2i એસયુવીના આગળના ભાગમાં બમ્પર લાઇન બનાવ્યા છે, જે ટાઇગર નોઝ કેરેક્ટર જેવું દર્શાવે છે. અહીં બમ્પર એલઇડી ફોગલેમ્પ્સ પણ આપ્યા છે. કારમાં ટાઇગર નોઝ ગ્રિલ કીઆ સિગ્નેચર ડિઝાઇનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.

2.

કીઆ SP2i કોમ્પેક્ટ SUVનાં બમ્પર પર મેટાલિક ઈફેક્ટ, એલઈડી હેડલેમ્પસ અને 3D ગ્રાફિક્સ સાથે ડાયમંડ પેટર્ન આપવામાં આવી છે. આ કારનો પાછળનો ભાગ ખૂબ જ અલગ ડિઝાઇન વાળો છે. આ એસયુવી લગભગ એવી જ છે જેવી કોન્સેપ્ટમાં દર્શાવવામાં આવી હતી. કોમ્પેક્ટ હોવા છતાં આ એસયુવી ખૂબ વિશાળ છે અને કારનાં ટેલલેમ્પ ક્રોમ બારથી જોડાયેલા છે, જેમાં ક્રોમ-ફિનિશ વાળા ડ્યુઅલ એક્ઝોસ્ટ પાઈપ્સ આપ્યા છે. કારની છત ખાસ સ્ટાઇલ વાળી છે જે તેને ખૂબ સચોટ એસયુવી બનાવે છે.

3.

ભારતમાં કીઆ SP2i અથવા ટ્રેઝર કંપનીની એન્ટ્રી સાથે બ્રાન્ડ પણ પ્રવેશ કરશે. તેની સફળતાના આધારે જ કંપની બાકીના તેના ઉત્પાદનોને ભારતમાંવધારશે. આવી સ્થિતિમાં 'કીઆ મોટર્સ' તેના પ્રથમ મોડેલને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરશે. આ એસયુવીમાં સંભવતઃ કીઆઝ ટ્રીડ અને ટેસ્ટેડ 1.6-લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન લગાવવામાં આવશે. 

4.

કીઆ SP2iનું આ એન્જિન અગાઉ હ્યુન્ડાઇ ક્રેટા અને બાકીના હ્યુન્ડાઇ મોડલ્સમાં જોવા મળ્યું છે. એવી અટકળો છે કે, કીઆની આગામી કોમ્પેક્ટ એસયુવીની પ્રારંભિક કિંમત રૂપિયા 12 લાખથી શરૂ થશે. ટોપ મોડેલની કિંમત રૂપિયા 16 લાખ સુધી હોઈ શકે છે. માર્કેટમાં આ કારની ટક્કર તેના પરિવારની જ હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા હેરિયર, જીપ કંપાસ અને એમજી હેક્ટર સાથે થવાની છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી