• Home
  • Utility
  • Automobile
  • Kia Seltos will start Advance booking on July 15, Car will be launched in India on 22nd August

પ્રિ-બુકિંગ / કિયા સેલ્ટોસનું 15 જુલાઈથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, 22 ઓગષ્ટે ભારતમાં લોન્ચ થશે

Kia Seltos will start Advance booking on July 15, Car will be launched in India on 22nd August

  • આ કાર કંપનીએ 2018નાં ઓટો એક્સ્પોમાં શોકેશ કરી હતી
  • ટોપ મોડેલને કંપનીએ ફુલ્લી લોડેડ બનાવ્યું

Divyabhaskar.com

Jul 09, 2019, 09:14 AM IST

ઓટો ડેસ્ક. સાઉથ કોરિયન કાર કંપની કિયા મોટર્સ ભારતમાં તેની બિલ્કુલ નવી અને કંપનીની પહેલી SUV ઓગષ્ટ મહિનાની 22 તારીખે લોન્ચ કરવાની છે. કંપનીએ સત્તાવાર રીતે આ કારના લોન્ચિંગની તારીખ પણ જાહેર કરી દીધી છે. લોન્ચ થતાં પહેલાં આગામી 15 જુલાઈથી કારનું પ્રિ-બુકિંગ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કાર માર્કેટમાં આવતાની સાથે હમણાં જ લોન્ચ થયેલી MG મોટર્સની MG Hector સાથે ભારે ટક્કર આપશે છે. સાથે હ્યુન્ડાઈ ક્રેટા, ટાટા હેરિયર સાથે પણ સ્પર્ધા કરશે. કંપની સેલ્ટોસનાં 5 વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવાની છે જેમાં TE, TK, TK+, TX અને TX+નો સમાવેશ થાય છે.

આ કારનું એડવાન્સ બુકિંગ કરાવવા ઈચ્છતા કસ્ટમર્સ કંપનીના આઉટલેટ્સ (ડીલર્સ) અને ઓનલાઈન પણ કરી શકશે. ભારતમાં કંપની દ્વારા 160 શહેરોમાં 265 ટચિંગ પોઈન્ટથી આ કાર કસ્ટમર્સ સુધી પહોંચાડવાની યોજના બનાવી છે. પ્રિ-બુકિંગ કરાવનાર કસ્ટમર્સને ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં કારની ડિલિવરી કરી દેવામાં આવશે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે.

આ SUVના બેઝ વેરિઅન્ટથી જ વોઈસ રેકગ્નિશન, બ્લૂટુથ કનેક્ટિવિટી, ફોલોમી હોમ હેડલેમ્પસ, ટિલ્ટ ટેલિસ્કોપિક સ્ટીયરિંગ એડજસ્ટર, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, એબીએસ સહિત ઈબીડી અને બે એરબેગ સામાન્ય રીતે આપેલા હશે. કારની કિંમત જેમ વધશે તેમ ફીચર્સ પણ વધતા જશે. ટોપ મોડેલને કંપનીએ ફુલ્લી લોડેડ બનાવ્યું છે.

કિયા મોટર્સની આ પ્રથમ એસયુવી કંપનીના SP કોન્સેપ્ટ પર આધારિત છે. આ કાર કંપનીએ 2018નાં ઓટો એક્સ્પોમાં શોકેશ કરી હતી. ઓટો એક્સ્પોમાં જેવી કાર પ્રસ્તુત કરી હતી તેની જ ડિઝાઈન સાથે તેને તૈયાર કરવામાં આવી છે. કારણકે તે સમયે એક્સ્પોની મુલાકાતે આવતા દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. કારનાં આગળના ભાગે કિયાની સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ લગાવી છે. તેને સિલ્વર સરાઉન્ડ સાથે ફિનિશ કરવામાં આવ્યું છે. કિયા સેલ્ટોસમાં પાતળા LED હેડલેમ્પ આપ્યા છે જે કિયા સિગ્નેચર શેપની LED DRLsથી સજ્જ છે. આ લાઈટ્સ કારના લૂકને વધુ આકર્ષક બનાવે છે.

સૌનું ધ્યાન આકર્ષિત કરે તેવી મહત્વની બાબત એ છે કે, કંપનીએ આ કાર બે ઉત્તમ ડિઝાઈન લાઈન્સ-ટેક લાઈન અને GT લાઈન ટ્રીમમાં ઉપલબ્ધ કરાવી છે. કિયા મોટર્સ ઈન્ડિયાએ નવી સેલ્ટોસ કોમ્પેક્ટ એસયુવી સાથે અનેક નવા ફીચર્સ પણ આપ્યા છે. સેલ્ટોસ સાથે બે અલગ અલગ ટ્રિમ અને સેમગેન્ટની પણ જાણકારી મળે છે. જેમાં પ્રથમ 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ સાથે નેવિગેશન પણ આપવામાં આવ્યું છે. કારને પ્રિમિયમ બનાવવા માટે બોસનાં 8 સ્પીકર સરાઉન્ડ આપ્યા છે. કિયાએ કારની આગળની બે સીટની વચ્ચે એર પ્યુરિફાયર પણ આપ્યું છે. તો પાળછની સીટ પર પેસનારા લોકો માટે રિઅર એસી વેન્ટ્સ પણ આપી છે. આ સેગમેન્ટમાં પહેલી વખત સેલ્ટોસ સાથે 360 ડિગ્રી સરાઉન્ડ કેમેરા આપ્યા છે, જે સારી વિઝિબિલિટી પુરી પાડે છે.

કિયા સેલ્ટોસ એક કનેક્ટેડ કાર છે. હ્યુન્ડાઈએ પણ પોતાની કનેક્ટેડ કાર સબકોમ્પેક્ટ SUV વેન્યુ લોન્ચ કરી હતી. તેવામાં કિયા સેલ્ટોસ પણ તેની પહેલી કનેક્ટેડ એસયુવી છે. કારમાં ઈગ્નિશન, એસી કન્ટ્રોલ અને એવા ઘણા બધાં ફીચર્સ આપ્યા છે જે હાલ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ કનેક્ટિવિટી ફીચર્સ પણ આપ્યા છે.

કિયા સેલ્ટોસના એન્જિનની વાત કરીએ તો, આ સબકોમ્પેક્ટ એસયુવી 1.5 લિટર પેટ્રોલ અને 1.4 લિટર GDI ટર્બો ડિઝલ એન્જિનમાં ઉપલબ્ધ થશે. કિયા મોટર્સે કારમાં લગાવેલા ડિઝલ એન્જિનને 7- સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનથી સજ્જ કર્યું છે. કારમાં વાયરલેસ ચાર્જિંગ, ક્રૂઝ કન્ટ્રોલ જેવા ફીચર્સ આપ્યા છે.

X
Kia Seltos will start Advance booking on July 15, Car will be launched in India on 22nd August
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી