• Home
  • Automobile
  • Jeep's 4th Generation Wrangler will get more space than older models, starting at Rs 63.94 lakh

લોન્ચ / જીપની 4th જનરેશન રેન્ગલરમાં જૂના મોડલ કરતાં વધારે સ્પેસ મળશે, કિંમત 63.94 લાખ રૂપિયાથી શરૂ

Jeep's 4th Generation Wrangler will get more space than older models, starting at Rs 63.94 lakh

Divyabhaskar.com

Aug 10, 2019, 07:08 PM IST

ઓટો ડેસ્ક. ઈટાલિયન અમેરિકન કોર્પોરેશન ફિઆટ ક્રાઇસલર ઓટોમોબાઈલની બ્રાન્ડ ‘જીપ’એ ભારતીય માર્કેટમાં 4th જનરેશન રેન્ગલર SUV લોન્ચ કરી છે. તેની દિલ્હીના એક્સ શોરૂમ ખાતેની કિંમત 63.94 લાખ રૂપિયા છે. પાંચ દરવાજા અને સહારા ટ્રિમ લેવલમાં ભારતમાં ઉપલબ્ધ હશે. કંપનીએ તેમાં ઘણા ફેરફાર કર્યા છે, જેમ કે, તેમાં લોઅર્ડ બેલ્ટલાઈન, સેવન-સાલ્ટ ફ્રંટ ગ્રિલ, LED DRLs હેડલેમ્પ્સ, મોટી સાઈઝના ટેલલેમ્પ અને રિયર વિંડસ્ક્રીન આપી છે.અહીં સુધી કે, ટેલગેટ-માઉન્ટેડ સ્પૅઅર વ્હીલને નીચેની તરફ લગાવવામાં આવ્યા છે, જેથી રિયર વિઝિબિલિટિ સારી રહે.

જીપ રેન્ગલર SUVનું ઇન્ટિરિઅર

​​​​​​​તેમાં પહેલા કરતાં વધારે સ્પેસ મળશે. તેમાં યુ-કનેક્ટ 4C NAV 8.4 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોન્ટેન્મેન્ટ સિસ્ટમ આપી છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. તે નેવિગેશનને પણ સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે.

SUVમાં કી-લેસ એન્ટ્રી, પુશ બટન સ્ટાર્ટ જેવાં ફીચર્સ પણ છે. નવી રેન્ગલર જૂની કરતાં એકદમ હળવી છે, પરંતુ બોડી પાર્ટ્સ સ્ટીલનાં છે. ડોર, બોનેટ અને ફેન્ડર્સને બનાવવામાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 2.0 લિટર, ફોર સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 270hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. SUVનાં તમામ ચાર વ્હીલ એન્જિનથી ક્નેક્ટ છે અને તેમાં 8 સ્પીડ ટોર્ક કન્વર્ટ ઓટોમેટિક ગેરબોક્સ આપવામાં આવ્યું છે.

X
Jeep's 4th Generation Wrangler will get more space than older models, starting at Rs 63.94 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી