• Home
  • Automobile
  • It will be compulsory to hire 5 types of safety features in each car from July 1

ફેરફાર / 1 જુલાઈથી દરેક કારમાં 5 પ્રકારના સેફ્ટી ફીચર્સ લગાવવા ફરજિયાત બનશે

It will be compulsory to hire 5 types of safety features in each car from July 1

divyabhaskar.com

May 12, 2019, 03:29 PM IST

ઓટો ડેસ્કઃ દેશમાં માર્ગ અકસ્માતો કાબુમાં લેવા માટે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટ્રીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમો મુજબ દરેક કારમાં 5 પ્રકારના સેફ્ટી ફીચર્સ લગાવવા ફરજિયાત બનશે. આ સુરક્ષા નોર્મ્સનું નામ AIS-145 સેફ્ટી નોર્મ્સમાં રાખવામાં આવ્યું છે. સેફ્ટી ફીચર્સના આ નવા નિયમો લાગુ થયા બાદ ગાડીઓની કિંમતમાં 30,000 રૂપિયા સુધી વધારો થશે. જો તમે પણ નવી કાર ખરીદવા જઈ રહ્યાં છો તો આ સેફ્ટી ફીચર્સ છે કે નહીં તે ચકાસી લો.


1. એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)
ABS એટલે કે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ. નવા સલામતી નિયમો અનુસાર હવે આ ફીચર દરેક કારના બેઝિક મોડલમાં પણ આવી રહ્યું છે. ABSની મદદથી અચાનક બ્રેક લગાવવાથી ગાડી સ્લિપ નથી થતી અને તમને સારી બ્રેકિંગ સિસ્ટમ મળે છે. આ ઉપરાંત, ABSથી ડ્રાઇવરનો સ્ટીઅરિંગ પર કન્ટ્રોલ બની રહે છે.


2. એરબેગ
કારમાં એરબેગ્સ પહેલાં ફક્ત ટોપ મોડલમાં આવતી હતી. પરંતુ નવા નિયમો મુજબ કારની દરેક સીટ બાજુ નહીં તો ડ્રાઇવર એરબેગ લગાવવી તો ફરજિયાત બની જશે. કારના બેઝિક મોડલમાં ફક્ત ડ્રાઇવર બાજુ જ એરબેગ મળે છે. પરંતુ જો તમે થોડા વધુ પૈસા ખર્ચશો તો તમને ડ્રાઇવર સિવાય અન્ય સાઇડ એરબેગ્સની પણ સુવિધા મળશે. આ એરબેગ એક્સિડન્ટ દરમિયાન ઘાયલ થતા બચાવે છે.


3. સ્પીડ અલર્ટ સિસ્ટમ
વારંવાર લોકો ખાલી રોડ પર હાઇસ્પીડમાં ડ્રાઇવ કરવા લાગે છે, જેના કારણે ઘણી વખત અકસ્માત થાય છે. આ જ અકસ્માતોને અટકાવવા માટે સરકારે 1 જુલાઇ 2019થી કારમાં ઓડિબલ સ્પીડ અલર્ટ સિસ્ટમ અમલમાં મૂકવાની ફરજ પાડી છે. જેવી તમારી કાર 80 કિ.મી.ની ઝડપ ક્રોસ કરશે તો કારમાં લાગેલી ડિવાઇસ વાગવાં લાગશે અને તમને સ્પીડ ઓછી કરવાની સૂચના આપશે.


4. સીટ બેલ્ટ રિમાઇન્ડર
સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવું ફીચર મોંઘી કારમાં જોવા મળે છે. પરંતુ હવે 1 જુલાઈથી આ ફીચર બધી કારમાં ફરજિયાત બનશે. ઘણીવાર જોવા મળતું હોય છે કે લોકો સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવે છે અને અકસ્માત થાય છે. સીટ બેલ્ટ સેફ્ટી માટે બહુ જરૂરી છે. સીટ બેલ્ટ રિમાઇન્ડરની મદદથી ડ્રાઈવ કરતી વખતે જો તમે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો તમન વારંવાર બીપ અવાજ સંભળાશે.


5. રિવર્સ પાર્કિંગ અલર્ટ સિસ્ટમ
આ એક બેઝિક ફીચર છે. પરંતુ બહુ કામનું છે. ઘણીવાર કાર પાર્ક કરતી વખતે એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે. એવામાં સુરક્ષા માટે રિવર્સ પાર્કિંગ અલર્ટ સિસ્ટમ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેમેરા અને સેન્સરની મદદથી પાછળની જગ્યાનો અંદાજ આવે છે.

X
It will be compulsory to hire 5 types of safety features in each car from July 1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી